News of Friday, 7th February 2025
મેક્સિકોએ અમેરિકાની સરહદ પર દસ હજારથી વધુ જવાનો તૈનાત કર્યા

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો પર ટેરિફ લાદવાની ધમકી આપી તેની બરોબરની અસર તેના પર થઈ છે. આ ધમકીના પગલે મેક્સિકોએ તેની ઉત્તર સરહદે પહેલી વખત નેશનલ ગાર્ડના દસ હજાર સભ્યોના દળને મોકલ્યુ છે. આ દળ ટેક્સાસમાં અલ પાસે અને સીયુડેડ જુઆરેઝને અલગ પાડતા સરહદી વિસ્તારમાં ગોઠવાઈ જશે. તેની સાથે પેટ્રોલિંગ વાહનો પણ મોટાપાયા પર જોવા મળી રહ્યા છે. મેક્સિકોની તૈયારીના પગલે ટ્રમ્પે હાલમાં તો મેક્સિકો પર ટેરિફ લાદવાનું એક મહિનો પાછુ ઠેલ્યુ છે. મેક્સિકન પ્રમુખ ક્લાઉડિયા શેનબૌમે વચન આપ્યું છે કે તે સરહદ પાર કરતા ઘૂસણખોરોને અંકુશમાં લાવવા અને ફેન્ટાનિલની દાણચોરી રોકવા આકરા પગલાં લેશે અને જરૂર પડી તો લશ્કરી દળોને સરહદ પર પણ મોકલશે. છેલ્લા એક વર્ષ દરમિયાન અમેરિકાની મેક્સિકો સરહદે ગેરકાયદે વસાહતીઓ અને ઓવરડોઝમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં પણ ટ્રમ્પે આ સરહદે કટોકટીની જાહેરાત કરી હતી. અમેરિકાએ જણાવ્યું હતું કે મેક્સિકોની કાર્ટેલ સામે અમેરિકાની તણાનારી બંદૂકો રોકવી હોય તો મેક્સિકોએ વધુ પગલા લેવાની જરુર છે. મેક્સિકન ગેંગો અત્યંત નફાકારકા માઇગ્રન્ટ સ્મગલિંગ ઉદ્યોગ પર અંકુશ જમાવવા અંદરોદઅંદર હિંસા કરે છે. આ હિંસા ફક્ત મેક્સિકોમાં જ નહીં અમેરિકામાં પણ થાય છે. મંગળવારે મેક્સિકોના સરહદી શહેરોમાં સરકારી પ્લેનોની ઉડાઉડ જોવા મળી હતી. ગાર્ડના સભ્યોએ બુધવારથી પેટ્રોલિંગનો પ્રારંભ કરી દીધો હોવાની વાતને સમર્થન મળ્યું છે. સરકારી આંકડા મુજબ કમસેકમ ૧,૬૫૦ ટ્રુપ તો સિયુડેડ જુઆરેઝમાં મોકલાઈ છે. તેના પછી ટિજુઆનામાં ૧,૯૪૯ જેટલા લશ્કરી દળ મોકલાયા છે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
