News of Friday, 7th February 2025
પાકિસ્તાનમાં થયેલ આતંકી હુમલામાં બંદૂકધારીઓએ 3 પોલીસ કર્મીને માર્યા હોવાના સમાચાર

નવી દિલ્હી: પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે. આજે (ગુરવાર) સવારે બંદૂકધારીઓએ કરેલા ગોળીબારમાં ૩ પોલીસનાં મોત થયાં છે, પાંચ પોલીસને ઇજાઓ થઈ છે.
પાકિસ્તાનના અશાંત તેવા ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં ગુરૂવારે સવારે આતંકીઓએ એક ચેક-પોસ્ટ ઉપર હુમલો કર્યો જેમાં ૩ પોલીસ માર્યા ગયા હતા, અને બીજા પાંચને ઇજાઓ થઈ હતી. પોલીસે જણાવ્યું કે ભારે હથિયારો સાથે ખૈબર પખ્તુનવા પ્રાંતના કરક જિલ્લાના બહાદૂર ખેલ ચેકપોસ્ટ ઉપર ગોળીબાર શરૂ કર્યા હતા. તેમાં ૩ પોલીસ માર્યા ગયા, પાંચને ઈજાઓ થઈ હતી. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને પહેલાં કરક જિલ્લાનાં મુખ્ય મથકની હોસ્પિટલમાં લઈ જવાયા પરંતુ ઇજાઓ ગંભીર લાગતાં પેશાવર સ્થિત સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
