તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
ઓએમજી......મસ્કની સામે અમેરિકાના 12 રાજ્યોના એટર્નીએ બાયો ચઢાવી હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકામાં કેટલાક રાજ્યોના એટર્ની જનરલોએ ગુરુવારે ઇલોન મસ્કના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીન(ડીઓજીઇ)ને અમેરિકનોની સંવેદનશીલ વ્યક્તિગત માહિતી ધરાવતી ફેડરલ પેમેન્ટ સિસ્ટમનું એક્સેસ લેતા અટકાવવા માટે કેસ કરવાની તૈયારી દાખવી છે. ન્યૂયોર્કના લેટિટિયા જેમ્સ સહિતના ડઝનેક એટર્ની જનરલોએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે અમે અમારા બંધારણ, અમારી પ્રાઇવસીના અધિકાર તથા જરુરી ફંડિંગ મેળવતી વ્યક્તિઓ તથા વિવિધ કમ્યુનિટીઝે પણ વિરોધ કર્યો છે. આ નિવેદનમાં જણાવાયું હતું કે મસ્કે ભલે વિશ્વનો સૌથી ધનવાન વ્યક્તિ હોય પરંતુ તેને પણ ના પાડવી જરુરી છે. આપણા દેશમાં કોઈપણ કાયદાથી પર નથી. પ્રેસિડેન્ટ પાસે પણઆપણી માહિતી તેમની પસંદગીની વ્યક્તિને આપવાની સત્તા નથી અને તે કોંગ્રેસ દ્વારા પાસ કરવામાં આવેલી ફેડરલ પેમેન્ટ્સમાં કાપ મૂકી શકે નહીં. વ્હાઇટ હાઉસે આ બાબત પર તાત્કાલિક પ્રતિસાદ આપ્યો નથી. સરકારી અધિકારીઓએ અને લેબર યુનિયનોએ ફેડરલ ગવર્નમેન્ટની પેમેન્ટ સિસ્ટમમમાં ડીઓજીઇની સંડોવણીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું છે કે આના લીધે સલામતીનું જોખમ ઊભું થઈ શકે છે અથવા સોશિયલ સિક્યોરિટી અને મેડિકેર જેવાના પેમેન્ટ પર કાપ આવી શકે છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
