તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
બાંગ્લાદેશમાં જોવા મળી અરાજક્તા અવામી લીગના નેતાઓના ઘરને સળગાવવામાં આવ્યા

નવી દિલ્હી: ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભાગી ગયા બાદ અરાજક્તામાં સપડાયેલા બાંગ્લાદેશમાં છ મહિના પછી પણ શાંતિ સ્થાપિત થઈ શકી નથી. ભારતમાં અજ્ઞાાત સ્થળે છૂપાયેલાં શેખ હસીનાએ ઓનલાઈન સંબોધન કર્યા પછી બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓએ બંગબંધુ સંગ્રહાલય તોડી પાડયા પછી શુક્રવારે શેખ હસીનાના પૈતૃક ઘર પર હુમલો કર્યો હતો અને અવામી લીગના નેતાઓના ઘર સળગાવી દીધા હતા. બીજીબાજુ દેશ વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ બે અભિનેત્રીઓ મેહર અફરોઝ શોન, સોહાના સબાની ધરપકડ કરાઈ છે. આવા સમયે બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે નર્કાગાર જેવી સ્થિતિ હોવાનું ભારતે સંસદમાં કબૂલ્યું છે. બાંગ્લાદેશમાં પોતાના શાસન વિરુદ્ધ થયેલા હિંસક આંદોલન પછી ભારત ભાગી આવેલાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ ગુરુવારે અજ્ઞાાત સ્થળેથી અવામી લીગના કાર્યકરોને ઓનલાઈન સંબોધન કર્યું હતું. ત્યાર પછી કટ્ટરવાદી તત્વોએ શુક્રવારે અવામી લીગના નેતાઓના ઘરો પર તોડફોડ કરી હતી અને આગ લગાવી દીધી હતી. તેમણે શેખ હસીનાના ધાનમંડી કાતેના પૈતૃક ઘરને પણ નિશાન બનાવતા તોડફોડ કરી હતી. કટ્ટરવાદી તત્વોએ ઢાકાના બનાનીમાં અવામી લીગના સભ્ય શેખ સલીમ, મહાસચિવ અને પૂર્વ માર્ગ, પરિવહન અને પુલ મંત્રી ઓબૈદુલ કાદરના નોઆખલીના કંપનીગંજના ઘર, બોરા રાજાપુર મોહલ્લામાં પૂર્વ મંત્રી કાદરના નાના ભાઈ અબ્દુલ કાદર મિર્ઝા, કંપનીગંજ અવામી લીગના અધ્યક્ષ અને બાસુરહાટ નગરપાલિકાના પૂર્વ મેયર શહાદત મિર્ઝાના ઘર પર તોડફોડ કરી હતી. અન્ય એક પૂર્વ રાજ્યમંત્રીના ઘરમાં આગ લગાવી દીધી હતી.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
