<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th February 2025

ટુડો સરકારની નીતિઓના કારણોસર છેલ્લા 9 વર્ષમાં ડ્રગ ઓવરડોઝથી 50 હજારના મોત

 

નવી દિલ્હી: કેનેડામાં ટ્રૂડો સરકારનું પતન થયા બાદ ધીમે ધીમે સરકારના રહસ્યો બહાર આવી રહ્યા છે. તાજેતરમાં કેનેડાની પોલિસ દ્વારા મોટો ઘટસ્ફોટ કર્યો છે કે કેનેડામાં છેલ્લાં એક દાયકામાં ડ્રગ્સનું ચલણ મોટાપાયે વધી ગયું છે. ડ્રગ્સનો વેપાર અતિશય વધ્યો છે. કેનેડાની રોયલ કેનેડિયન પોલિસે જણાવ્યું કે, ટ્રુડો સરકારની બેદરકારીના કારણે સમગ્ર દેશ ડ્રગ્સના ભરડામાં આવ્યો છે અને ડ્રગનું આંતરરાષ્ટ્રીય હબ બન્યો છે. છેલ્લાં 9 વર્ષમાં કેનેડામાં ડ્રગના ઓવરડોઝના કારણે 50,000 લોકોનાં મોત થયા છે. કેનેડામાં 4000 જેટલા ગુનેગારોના સંગઠનો કામ કરી રહ્યા છે જેઓ મોટાભાગે ડ્રગ્સનો ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ સપ્લાય કરવાનું કામ કરે છે. આ ડ્રગ્સ માફિયાઓના તાર ચીન સાથે જોડાયેલા છે. પોલીસ સૂત્રોનો દાવો છે કે, કેનેડામાં સત્તામાં આવ્યા બાદ ટ્રુડો અને તેના અધિકારીઓ દ્વારા દેશના કાયદો અને વ્યવસ્થાને ખૂબ જ નબળા બનાવી દેવાયા હતા. તેના કારણે કેનેડામાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધવા લાગ્યું છે. તેમાંય 2016થી ડ્રગ્સનું ચલણ એટલું બધું વધી ગયું કે, તેના ઓવરડોઝથી 50 હજાર લોકોનો જીવ ગયો. માદક પદાર્થોની તસ્કરી કરનારા અને તેનું સેવન કરનારા લોકોની ધરપકડ કરીને જેલમાં રાખવાની સમય મર્યાદા ટ્રુડો સરકારે કાઢી નાખી. આ ઉપરાંત ડ્રગ્સ વેચનારને સરળતાથી જામીન મળવા લાગ્યા અને તેના પગલે ડ્રગ્સ માફિયાઓ બેફામ થવા લાગ્યા. કેનેડામાં ડ્રગનું સેવન, વેચાણ અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ મોટો થઈ ગયો.

(5:45 PM IST)