News of Monday, 10th February 2025
અફઘાનિસ્તાનમાંથી ગૂમ થયેલ સાત હેલીકૉપટર અમેરિકામાંથી મળી આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી સાત હેલિકોપ્ટર ચોરાયાની ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી, પરંતુ હવે આ રહસ્ય પરથી પડદો હટ્યો છે. અફઘાનિસ્તાન જે સાત હેલિકોપ્ટર ચોરાયાનો દાવો કરતું હતું, તે તમામ અમેરિકામાં છે. અમેરિકાએ 2021માં અફઘાનિસ્તાનમાંથી સેના પાછી ખેંચી ત્યારે તેઓ કરોડો ડૉલરના હથિયારો અને સૈન્ય સામગ્રી ત્યાં જ છોડીને નાસી ગયા હતા. આ દરમિયાન તાલિબાનોએ અફઘાનિસ્તાનનો કબજો લઈ લીધો. આ સ્થિતિમાં અફઘાનિસ્તાન ઍરફોર્સના સાત પાઇલોટ સાત UH-60A બ્લેક હોક હેલિકોપ્ટર લઈને નાસીને ઉઝબેકિસ્તાન જતા રહ્યા. આ પાઇલોટ નહોતા ઇચ્છતા કે, આ હેલિકોપ્ટર તાલિબાનોના હાથમાં ન આવે. આ દરમિયાન ઉઝબેકિસ્તાને આ સાતેય હેલિકોપ્ટર અમેરિકાને સોંપી દીધા. જો કે, ઉઝબિસ્તાનના આ પગલાંથી તાલિબાનો નારાજ છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી એકાએક જતા રહેવાનો નિર્ણય કર્યો ત્યારે તેઓ કરોડો ડોલરના હથિયારો, વાહનો અને સાધનો ત્યાં જ છોડી ગયા હતા. અમેરિકાએ અંદાજે 73 જેટલા હેલિકોપ્ટર્સ ત્યાં છોડી દીધા હતા. અમેરિકી સેનાએ અનેક શસ્ત્રસરંજામ નિષ્ક્રિય કરી દીધો હતો, જેથી તાલિબાનો તેનો ઉપયોગ ના કરી શકે. અમેરિકાએ 40,000 JMV તથા 12,000 HMV વાહનો ત્યાં જ છોડી દીધા હતા. કોઈપણ દેશની સેના માટે તે મહત્ત્વના સાબિત થઈ શકે છે. આમ કુલ, ત્રણ લાખ જેટલા નાના-મોટા હથિયારો અમેરિકાએ ત્યાં છોડી દીધા હતા. આ સામગ્રીમાં 4.8 કરોડ ડૉલરની કિંમતના 15 લાખ રાઉન્ડ જેટલા બુલેટ શેલ્સ અને દારૂગોળો પણ સામેલ હતો. આ પૈકી ઘણું બધું તાલિબાનોએ યુદ્ધ માટે સાચવ્યું હોવાનું પણ કહેવાય છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
