News of Monday, 10th February 2025
હુથીઓએ ઇઝરાયલને આપી આ ધમકી

નવી દિલ્હી: ગાઝામાં ચાલી રહેલાં યુદ્ધ વિરામને લઈને યમનના હુથી બળવાખોરોએ ઈઝરાયલને ચેતવણી આપી છે. હુથીઓનું કહેવું છે કે, જો ઈઝરાયલ યુદ્ધ વિરામના કરારને તોડે છે તો અમે મિસાઇલનો વરસાદ કરી દઈશું. હુથીઓએ પહેલાંથી જ લાલ સાગરમાં ઈઝરાયલની નાકાબંધી કરી દીધી છે. આ સિવાય ધમકી આપી છે કે, અમે ઈઝરાયલ સંબંધિત કોઈપણ માલવાહક જહાજ પર હુમલો અને અપહરણ કરતા પહેલાં જરાય ખચકાશું નહીં. ગત થોડા મહિનામાં હુથીઓની અનેક મિસાઇલ અને ડ્રોન ઈઝરાયલ સુધી પહોંચી ચુક્યા છે. હુથી બળવાખોરોના નેતા અબ્લુદ મલિક અલ હુથીએ કહ્યું, 'અમે ગાઝામાં (યુદ્ધ વિરામ) કરારના અમલીકરણ પર નજર રાખી રહ્યાં છીએ. જો ઈઝરાયલ કરારને તોડે છે અને ફરી ઉગ્રતા અને નરસંહાર શરૂ કરે છે, તો અમે પણ તેનો વળતો જવાબ આપીશું'.આ યમનના લશ્કરી નેતાએ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ નિશાન સાધ્યું હતું. ટ્રમ્પે થોડા દિવસ પહેલા હુતિઓને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. અબ્દુલ મલિકે કહ્યું કે, 'અમેરિકા એક ખરાબ દેશ છે. આ બીજા રાષ્ટ્રોને યુદ્ધમાં ધકેલે છે અને ગુલામ બનાવે છે. અરબ અને મુસ્લિમોને જાણ હોવી જોઈએ કે, અમેરિકા અને ઝાયોનિસ્ટ શાસનનું અનુસરણ કરવું ફક્ત તેમને ગુલામ બનાવતા રહેશે'. ટ્રમ્પના પ્રતિબંધ બાદ હુથી બળવાખોરોએ અમેરિકાની સામે આક્રામક વ્યૂહનીતિ અપનાવવાની યોજના બનાવી છે. તેમાં બાબ અલ-મંડબ જલડમરૂમધ્યથી અમેરિકન જહાજથી પસાર થવાથી હુમલાનો પ્રયાસ પણ સામેલ છે. આ રસ્તો એડનના અખાતને અરબ સાગર સાથે જોડે છે, જે સ્વેજ નહેર દ્વારા એશિયા અને યુરોપ વચ્ચે દરિયાઈ પરિવહન માટે વૈશ્વિક વેપારનો રસ્તો છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
