તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th February 2025
આ છે દુનિયાનું સૌથી મોંઘુ જુલિયેટ રોઝ :કિંમત લગભગ ૧૫.૮ મિલિયન ડોલર
ભાઈ આટલામાં તો તમે ગાડી બંગલો ખરીદો તો પણ રૂપિયા વધે : આ ગુલાબ કદી મુરજાતુ નથીઃ ગુલાબ જુલિયેટ રોઝ જે ખૂબ જ સુંદર છે અને એટલું મોંઘુ છે કે સામાન્ય માણસ તેને ખરીદવાની કલ્પના પણ કરી શકતો નથી

નવી દિલ્હી,તા.૧૧: ફેબ્રુઆરીનો મહિનો એટલે પ્રેમનો મહિનો. કારણ કે આ મહિનામાં ઘણા એવા દિવસો છે જે પ્રેમી પંખીડા ઉજવે છે, જેનો સીધો સંબંધ દિલ સાથે છે. શરૂઆત થાય છે વેલેન્ટાઇન વીકથી અને તેમાં સૌથી પહેલા ૭ ફેબ્રુઆરીએ રોઝ ડે મનાવવામાં આવે છે. પછી પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને પછી વેલેન્ટાઇન ડે (૧૪ ફેબ્રુઆરી) ઉજવવામાં આવે છે. દિવસ કોઈ પણ હોય, લોકો ગુલાબનું ફૂલ જરૂર ખરીદે છે જેથી પોતાના જીવનસાથી, પ્રેમી-પ્રેમિકા ને આપી શકે. ખાસ કરીને, રોઝ ડે પર મોટાભાગના પ્રેમી-પ્રેમિકા, મેરિડ કપલ્સ એક લાલ ગુલાબ તો ગિફ્ટમાં આપે જ છે.
ઘણા રંગના સુંદર અને સુગંધિત ગુલાબના ફૂલ હોય છે. ખાસ કરીને, વેલેન્ટાઇન ડેમાં ગુલાબની માંગ એટલી વધી જાય છે કે એક ગુલાબ ખૂબ મોંઘો વેચાય છે. લોકો તેને ખરીદવા માટે કોઈ પણ કિંમત ચૂકવે છે. કારણ કે પ્રેમના આ પર્વમાં ગુલાબ ન આપ્યો તો પછી શું પ્રેમ કર્યો. જ્યાં સામાન્ય દિવસોમાં એક ગુલાબ તમને ૨૦-૩૦ રૂપિયામાં મળી જાય છે, ત્યાં રોઝ ડે અથવા વેલેન્ટાઇન ડેના પ્રસંગે તે ખૂબ મોંઘો ૧૦૦-૨૦૦ રૂપિયાનો મળે છે. હવે કોઈને પોતાના દિલની વાત કહેવી હોય તો ભલા ખાલી ખિસ્સા અને બટુઆની ચિંતા કોણ કરે.
જોકે ૨૦, ૩૦ અથવા ૧૦૦-૨૦૦ રૂપિયાનો ગુલાબ તો તમે ઘણો ખરીદ્યો હશે. ઘણા રંગોના ગુલાબ તમે જોયા પણ હશે, પરંતુ શું તમને ખબર છે કે દુનિયાનો સૌથી મોંઘો ગુલાબ કયો છે? આ ગુલાબનું નામ શું છે અને તેને ખરીદવા માટે કેટલા રૂપિયા ખર્ચવા પડશે. આ ગુલાબની કિંમત એટલી છે કે એક માણસ પોતાના માટે ઘર સુધી ખરીદી શકે.
દુનિયાનો સૌથી મોંઘો ગુલાબ છે જુલિયેટ રોઝ હા, જુલિયેટ રોઝને સૌથી મોંઘા ગુલાબ હોવાનો ખિતાબ મળ્યો છે. આ ગુલાબ ખૂબ સરળતાથી ઉગતો નથી. અન્ય ગુલાબોની જેમ તેને ઉગાડવું ખૂબ મુશ્કેલ છે. જુલિયેટ રોઝની બ્રિડિંગ ફલોરિસ્ટ ડેવિડ ઓસ્ટિન દ્વારા કરવામાં આવી હતી. સમાચાર મુજબ, જુલિયેટ રોઝને તેમણે ઘણા ગુલાબોને મિક્સ કરીને તૈયાર કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એપ્રિકોટ-હ્યુડ હાઇબ્રિડ નામના આ રેર પ્રજાતિના ફૂલને ઉગાડવામાં લગભગ ૧૫ વર્ષ લાગ્યા હતા. તમને આ જાણીને પણ આヘર્ય થશે કે વર્ષ ૨૦૦૬માં આ ગુલાબના ફૂલને લગભગ દસ મિલિયન પાઉન્ડ એટલે કે ૯૦ કરોડમાં વેચવામાં આવ્યો હતો.
જુલિયેટ ગુલાબની ખાસિયત એ છે કે તે મોંઘો હોવા સાથે ખૂબ જ સુંદર છે. તેની સુગંધ પણ ખૂબ જ અલગ છે. આ આજના સમયમાં પણ દુનિયાનો સૌથી કિંમતી ગુલાબ છે. આ ગુલાબની કિંમત આજના સમયમાં લગભગ ૧૫.૮ મિલિયન યુએસ ડોલર છે. સૌથી ખાસ વાત જુલિયેટ રોઝની એ છે કે તે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી સુકાય અને મરઝાય નહીં.
ઉલ્લેખનીય છે કે, જુલિયેટ ગુલાબ સાથે, કુડુપલ ફલાવર નામનો ગુલાબ પણ ખૂબ મોંઘા ફૂલોમાં સામેલ છે. તે માત્ર શ્રીલંકામાં જ મળે છે અને તે રાત્રે જ ખીલે છે. દુનિયાભરમાં ગુલાબની લગભગ ૧૫૦થી વધુ જાતો છે.(૪૦.૫)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
