<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th February 2025

સુનિતા વિલિયમન્સની પૃથ્વી પર પરત ફરવાની વાતને લઈને નાસાએ આપ્યા આ સમાચાર

નવી દિલ્હી: અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સની વાપસીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નાસા અને સ્પેસએક્સ એજન્સીના સ્પેસએક્સ ક્રૂ-9 અંતરિક્ષ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે પાછા લાવવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે.
NASAએ જાણકારી આપી છે કે, બંને અંતરિક્ષ યાત્રીઓને નિર્ધારિત સમય પહેલા પૃથ્વી પર પાછા લાવી શકાય છે. બંને અંતરિક્ષ યાત્રીઓ ગત વર્ષે જૂનથી અંતરિક્ષમાં ફસાયેલા છે.
NASAએ મંગળવારે કહ્યું કે, સ્પેસએક્સ આગામી અંતરિક્ષ યાત્રીની ઉડાન માટે કેપ્સૂલ બદલશે જેથી બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં નહીં, પરંતુ માર્ચના મધ્યમાં પૃથ્વી પર પરત લાવી શકાય.

 

(5:28 PM IST)