તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
વર્ષના મધ્ય સુધીમાં ઇઝરાયલ ઈરાન પર હુમલો કરે તેવી શક્યતાઓ

નવી દિલ્હી: અમેરિકાની જાસૂસી સંસ્થાનો અહેવાલ જણાવે છે કે, 'આ વર્ષના મધ્ય સુધીમાં ઇઝરાયલ ઇરાનના પરમાણુ સંકુલો ઉપર અચાનક હુમલો કરે તેવી પૂરી શક્યતા છે.' આ માહિતી આપતાં વૉશિંગ્ટન પોસ્ટ જણાવે છે કે, 'જો આ હુમલો થશે તે મધ્ય પૂર્વમાં સંઘર્ષ વ્યાપક બની રહેશે તે જોખમ હોવા છતાં ઇઝરાયલ ઇરાન તેના પરમાણુ કાર્યક્રમમાં આગળ વધે તે પહેલાં જ તેની ઉપર પ્રચંડ હુમલાની તૈયારી કરી રહ્યું છે.'જો કે, હાઇકોર્ટે આ અહેવાલને તુર્ત જ પુષ્ટિ આપવાનું વિચાર્યું છે. જ્યારે 'વ્હાઇટ હાઉસે તે અંગે અકળ મૌન સેવ્યું છે તેવી જ રીતે અમેરિકાની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા સીઆઇએ, તથા ડીરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબ્બાર્ડે તે વિષે કશું પણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે.' આમ છતાં વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા બ્રિયાન હ્યુજીએ વૉશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે, કોઈપણ સંયોગોમાં પ્રમુખ ટ્રમ્પ ઇરાનને પરમાણુ શસ્ત્રથી સજ્જ થવા જ નહીં દે. વાસ્તવમાં જાન્યુઆરીના પ્રારંભમાં જ આ રીપોર્ટ તૈયાર થઈ ગયો હતો પરંતુ તે છેક હવે પત્રકારો સમક્ષ ગોઠવીને રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઇરાનના ફોર્દોવ અને નતાંઝ પરમાણુ સંકુલો ઉપર ઇઝરાયલ હુમલો કરે તેવી પૂરી શક્યતા છે. અમેરિકાના જાસૂસી તંત્ર સાથે સંકળાયેલા વર્તમાન અને પૂર્વ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગત ઓક્ટોબર માસમાં ઇઝરાયેલે નિશાન તાકીને હુમલા કરી ઇરાનની એર-ડીફેન્સ સિસ્ટીમ તોડી નાખી હતી. આથી હવે ઇરાન હવાઈ હુમલા માટે ખુલ્લું મેદાન બની રહ્યું છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
