તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 14th February 2025
રશિયા યુક્રેન યુદ્ધ બંધ કરવા ટ્ર્મપે પુતિન સહીત ઝેલેન્સ્કી સાથે વાત કરી હોવાની માહિતી

નવી દિલ્હી: પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે તેઓએ રશિયાના પ્રમુખ વ્લાદીમર પુતિન તેમજ યુક્રેનના પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે વાતચીત કરી હતી. તેનો હેતુ બંને દેશો વચ્ચેનું યુદ્ધ તત્કાળ બંધ કરવાનો હતો અને બંનેને મંત્રણાના મેજ ઉપર લાવવાના પ્રયાસરૂપે મેં વાતચીત કરી હતી. પ્રમુખ પુતિન સાથેનો દોઢ કલાક સુધી ફોન પર વાતચીત થઇ હતી.સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે હું અને પુતિન મંત્રણા માટે પોતપોતાની ટીમો વહેલામાં વહેલી તકે મોકલવા તૈયાર તો થયા છીએ. આ પછી અમે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને વાતચીતના નિષ્કર્ષ અંગે માહીતગાર કરવાના છીએ. વાસ્તવમાં હું પ્રમુખ પુતિન સાથે થયેલી લંબાણ મંત્રણા પછી આ નિષ્કર્ષ ઉપર આવ્યો છું. હું અત્યારે પણ ઝેલેન્સ્કી સાથે વાતચીત કરવા તૈયાર છું. ક્રેમ્લીન જણાવે છે કે બંને નેતાઓ વચ્ચે આશરે દોઢ કલાક વાતચીત ચાલી હતી. તે દરમિયાન પ્રમુખ પુતિને ટ્રમ્પને રશિયા આવવા આમંત્રણ પણ આપ્યું હતું. બીજી તરફ ઝેલેન્સ્કીએ ઠ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે તેમને ટ્રમ્પ સાથે સાર્થક વાતચીત થઇ હતી. જેમાં ટ્રમ્પે રશિયન આક્રમણ રોકવા અને વિશ્વસનીય તેમજ લાંબા સમય સુધી આવી રહે તેવી શાંતિ સ્થાપવા તેઓને અનુરોધ કર્યો હતો. સાથે કહ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પે પુતિન સાથેની મંત્રણાની વાત પણ કરી હતી. પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેન આ યુદ્ધ બંધ થાય તેમ સૌથી વધુ ઇચ્છે છે. રશિયાનું આક્રમણ બંધ થાય તેમ પણ ઇચ્છે છે. સાથે વિશ્વસનીય અને લાંબા સમય સુધી શાંતિ ઇચ્છે છે. પ્રમુખ ટ્રમ્પે જ કહ્યું હતં : આપણે તે કરી નાંખીએ. ઝેલેન્સ્કીએ વધુમાં કહ્યું કે અમે વધુ સંપર્કો રાખવા માગીએ છીએ અને આગામી મીટીંગ માટે આયોજન કરી રહ્યા છીએ.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
