News of Monday, 17th February 2025
૪૦ વર્ષના વ્યક્તિનું ૬૦ વર્ષની મહિલા પર દિલ આવી ગયું : પરિવારમાં હોબાળો
ગીતાના પ્રથમ લગ્ન તૂટયા પછી નિખિલે તેમને સહારો આપ્યો અને પછી બંનેએ લગ્ન કરી લીધા : બંનેની ઉંમરમાં ૨૦ વર્ષનું અંતર છે : ત્યારે જાણો આમની લવ સ્ટોરી

ટોરેન્ટો, તા.૧૭: પ્રેમ ઉંમર નથી જોતો કે ન સમાજના બંધનો, ૪૦ વર્ષના નિખિલ દોશી અને ૬૦ વર્ષીય ગીતા દોશીની પ્રેમકથા આનો જીવંત ઉદાહરણ છે. જ્યાં આજકાલ પ્રેમ સંબંધોમાં ‘કેઝ્યુઅલ ડેટિંગ' અને બાહ્ય સુંદરતાની બોલબાલા છે, ત્યાં નિખિલ અને ગીતાનો સંબંધ એક ‘સાચી લવ સ્ટોરી' છે, જે ગહન ભાવનાત્મક જોડાણ અને સમર્પણનું પ્રતિક છે. આ પ્રેમકથાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
ગીતાએ ૨૨ વર્ષ સુધી એક નિષ્ફળ લગ્નનું દુઃખ સહન કર્યું. કેનેડામાં રહેતા સમયે, જ્યારે તેના પતિએ તેને અચાનક છોડી દીધી, ત્યારે તે તૂટી ગઈ. તાજેતરમાં Brut India ને આપેલા ઇન્ટરવ્યુમાં ગીતાએ યાદ કર્યું, ‘એક દિવાળી પર મારા પતિ ઘર છોડી ગયા... મેં પોલીસને ફોન કર્યો, તો અડધા કલાક પછી તેમણે કહ્યું કે તે સુરક્ષિત છે, પણ ઘરે પાછા આવવા ઇનકાર કર્યો છે. જ્યારે તે પાછા આવ્યા, તો મેં તેમનો હાથ પકડી લીધો અને નક્કી કર્યું કે હવે કંઈ પણ થાય, આ હાથ નહીં છોડું.' જોકે, ૬ મહિના પછી તેમના પતિએ ફરી તેમને એકલા છોડી દીધા. પછી ૨૦૧૫માં તેમનો તલાક થઈ ગયો.
૨૦૧૬માં ગીતાની મુલાકાત નિખિલ સાથે થઈ, જે તેના કરતા ૨૦ વર્ષ નાના હતા. નિખિલ અને ગીતા વચ્ચે લાંબી વાતચીત અને ભાવનાત્મક સહારે ગહન મિત્રતાને મજબૂત સંબંધમાં ફેરવી ગઈ. ૨૦૧૬માં તલાક પછી ગીતાને તેમના પૂર્વ પતિના લગ્નની ખબર મળતા તે હચમચી ગયા હતા. આ દરમિયાન નિખિલે તેમને ભાવનાત્મક સહારો આપ્યો. ત્રણ વર્ષ સુધી ગીતાના દુઃખને સમજ્યા પછી એક દિવસ નિખિલે પોતાના દિલની વાત કહી દીધી.
Brut સાથેની વાતચીતમાં નિખિલે કહયું, ‘હું ૩ વર્ષ સુધી તેની પહેલા વાતો સાંભળતો રહયો. એક દિવસ મારા મોઢેથી નીકળી ગયું, ‘ગીતા, આ બધું છોડ, મારી સાથે લગ્ન કરશે કે નહીં?' બંનેની ઉંમરમાં ૨૦ વર્ષના અંતરના કારણે નિખિલના પરિવારે સંબંધને સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેમની માતાને ગહન આઘાત લાગ્યો, જ્યારે ભાઈએ સ્પષ્ટ ના પાડી. તેમનું કહેવું હતું કે તે તમારી માતાની ઉંમરની છે.
ગીતાને પણ શંકા હતી કે શું આટલો મોટો ઉંમરનો અંતર સંબંધને નિભાવી શકશે? પરંતુ નિખિલ લગ્ન કરવાનો નિર્ણય પર અડગ રહ્યો. ધીમે-ધીમે બંને પરિવારોએ તેમના જજ્બા સામે ઘૂંટણ ટેક્યા. ડિસેમ્બર ૨૦૨૦માં બંનેએ લગ્ન કર્યા. આજે નિખિલની માતા ગીતાને ‘મારી પ્રિય વહુ' કહીને ગર્વથી પરિચય કરાવે છે. લગ્નને ૪ વર્ષ પૂરા થતા ગીતા કહે છે, ‘મને લાગ્યું હતું, ભલે ૨ વર્ષ, ૪ વર્ષ કે ૫ વર્ષ. જેટલો પણ સમય મળે, તેને ખુલ્લા દિલથી જીવશું. પરંતુ આ ચાર વર્ષ અમારા જીવનના સૌથી સુખદ પળો રહ્યા.'
નિખિલ અને ગીતા આજે તે બધા માટે પ્રેરણા છે, જે માને છે કે સાચો પ્રેમ ક્યારેય ‘એક્સપાયર' થતો નથી. ગીતાનું કહેવું છે, ‘મજબૂત સંબંધમાં ઉંમર માત્ર એક નંબર છે.' નિખિલ અને ગીતાની કથા સાબિત કરે છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી બસ દિલોનો મેળ જરૂરી છે.(૨૩.૫)
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
