તા. ૨૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૩ શુક્રવાર
News of Monday, 17th February 2025
માલીમાં મોટી દુર્ઘટના સોનાની ખાણ ધસી પડતા ૪૮ના મોત :અનેક લોકોને ઈજા
માલીમાં આ વર્ષે આ બીજી ભયાનક દુર્ઘટના બની છે

માલી,તા.૧૭: માલીના પૂર્વ વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડતા ૪૮ લોકના મોત અને અનેક લોકોને ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. માલીના મીડિયા અને અધિકારીઓએ કેનિએબા જિલ્લામાં સોનાની ખાણ ધસી પડી હોવાની માહિતી આપી છે.
માલીની ટેલિવિઝન ચેનલના રિપોર્ટમાં જણાવાયું છે કે, કેનિએબા જિલ્લા સ્થિત બિલાલી કોટો નામના સ્થળે ખાણ ધસી પડી છે, જેમાં ૪૮ લોકોના મોત અને અનેક લોકો ઈજા થયા છે. માલીમાં આ વર્ષે આ બીજી ભયાનક દુર્ઘટના બની છે. કેનિએબા ક્ષેત્રના અધિકારી મોહમ્મદ ડિકોએ એસોસિએટેડ પ્રેસ પાસેથી ઘટનાની પુષ્ટી કરી છે અને કહ્યું કે, ઘટનામાં ૪૮ લોકોના મોત થયા છે.
ખાણ સંબંધીત નેતા ફલાય સિસોકોએ કહ્યું કે, ‘બિલાવી કોટોમાં શનિવારે રાત્રે ખીણ ધસી પડી હતી. ચીનના નાગરિક દ્વારા સંચાલિત ખાણમાં ભૂસ્ખલન થયું.' ડિકોએ કહ્યું કે, ‘અધિકારીઓ એવી પણ તપાસ કરી રહ્યા છે કે, ચીનના નાગરિક દ્વારા સંચાલિત ખાણમાં કાયદાકીય રીતે સંચાલન થઈ રહ્યું હતું કે નહીં.'
માલીમાં ગત મહિને પણ ભૂસ્ખલનની ઘટા બની હતી, જેમાં અનેક લોકોના મોત થયા છે. ૨૯ જાન્યુઆરીના રોજ કૂલિકોરો વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં સોનાની ખાણમાં કામ કરી રહેલા અનેક શ્રમિકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં મોટાભાગની મહિલાઓ હતી. ગત વર્ષે જાન્યુઆરીમાં બમાકો પાસે ગેરકાયદે ખાણ ધસી પડી હતી, જેમાં ૭૦થી વધુ લોકોના મોત થયા હતા.
અમેરિકન બિઝનેસ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ મુજબ, માલીથી આયાત થતું સોનું સૌથી મહત્ત્વપૂર્ણ છે. માલીની ૧૦ ટકાથી વધુ વસ્તીની રોજગારી સોનાની ખાણ પર જ નિર્ભર છે. અમેરિકામાં ૨૦૨૧માં જેટલા સોનાની આયાત થઈ હતી, જેમાં ૮૦ ટકા હિસ્સો માલીથી આયાત થયો હતો.(૪૦.૬)
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
