News of Tuesday, 18th February 2025
બાપ રે! મહિલાએ હવસખોરીની હદ વટાવી, ૮૦થી વધુ બાળકો સાથે કર્યો બાળત્કાર
૮૦ બાળકો સામે જાતીય ગુનાઓ બદલ ૪૪ વર્ષની મહિલાની ધરપકડ કરવામાં આવી

ઉત્તર કેરોલિના, તા.૧૮: આપણી આસપાસ અનેક પ્રકારન ગુનાઓના કિસ્સાઓ સામે આવતા રહે છે. અમુક કિસ્સાઓ તો એવા હોય છે કે, જે સામે આવતા જ આપણે વિશ્વાસ કરી શકતા નથી. તેમાં પણ કયારેક ગુનો એટલો જઘન્ય હોય છે અને વધુમાં ગુનેગારને ખાતરી હોય છે કે, તે કયારેય પકડાશે નહીં, પરંતુ જ્યારે તેનું રહસ્ય ખુલે છે, ત્યારે દુનિયા વિશ્વાસ કરી શકતી નથી કે, કોઈ આટલો ગંભીર ગુનો પણ કરી શકે છે અને કાયદા દ્વારા પકડાઈ શકતો નથી.
અમેરિકામાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ૮૦ બાળકો સામે જાતીય ગુનાઓ બદલ ૪૪ વર્ષની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે આખા અમેરિકામાં ઓહાપો મચી ગયો હતો.
ઉત્તર કેરોલિનાના રહેવાસી ૪૪ વર્ષીય સારાહ જીન સેલર્સની ગુરુવારે તેમની ઓફિસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે પરિણીત છે અને બે બાળકોની માતા છે. તેના પર અનેક ગંભીર આરોપો છે, જેમાં ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળક પર બળાત્કારના ૨૦ ગુના અને ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળક પર જાતીય અપરાધના ૨૦ ગુનાનો સમાવેશ થાય છે. આ ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને, તેમના જામીન બે મિલિયન ડોલર નક્કી કરવામાં આવ્યા છે.
શુક્રવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન, સરકારી વકીલોએ ખુલાસો કર્યો કે, પીડિતોમાંથી બે છોકરાઓ માત્ર ૧૨ વર્ષના હતા. આ ઉપરાંત, પોલીસ હવે વધુ બે બાળકોની પૂછપરછ કરી રહી છે, જે આ ગુનાનો ભોગ બની શકે છે. આ જાતીય હુમલાઓ ૨૦૧૮ અને ૨૦૧૯ ની વચ્ચે બન્યા હતા, જેનાથી પ્રશ્નો ઉભા થાય છે કે, આ ગુનાઓ આટલા લાંબા સમય સુધી કેવી રીતે છુપાયેલા રહયા.
આ ગુનાઓ ૨૦૧૮ અને ૨૦૧૯ ની વચ્ચે થયા હતા, પરંતુ હવે જ્યારે પીડિતોએ આ મામલે અવાજ ઉઠાવ્યો ત્યારે તપાસ અધિકારીઓને પૂરતા પુરાવા મળ્યા અને સેલર્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ કેસમાં વધુ કોઈ પીડિતો છે કે નહીં.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
