News of Tuesday, 18th February 2025
ઓએમજી.....ટોરોન્ટો એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેન ક્રેશ થયા બાદ આખું ઊંધું થઇ ગયું

નવી દિલ્હી: ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ નંબર 4819નો લેન્ડિંગ વખતે અકસ્માત થયો હતો. આ ફ્લાઇટ મિનિયાપોલિસ-સેન્ટ પોલ એરપોર્ટથી ટોરોન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઇ રહી હતી. જોકે ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ પર લેન્ડિંગ વખતે અકસ્માતનો ભોગ બની હતી. વિમાનમાં 80 લોકો સવાર હતા, જેમાંથી 76 મુસાફરો અને 4 ચાલક દળના સભ્યો હતા. વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, આ દુર્ઘટનામાં 18 લોકોને ઇજા પહોંચી છે. આ ઘટના બાબતે અધિકારીઓનું કહેવું છે કે એક બાળક સહિત વિમાનમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. કેનેડિયન અધિકારીઓએ કહ્યું કે, 'અમે ક્રેશના કારણની તપાસ કરીશું, જે હજુ સુધી જાણી શકાયું નથી. એવામાં હવે આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પીટ કોકોવ નામના મુસાફરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં વિમાન ક્રેશ થતાં અંદરથી મુસાફરોને સત્તાવાળાઓએ બચાવી લીધા હતા. ફૂટેજમાં મુસાફરોને ઊંધી વિમાનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ફાયર એન્જિન બહારથી તેના પર પાણીનો છંટકાવ કરી રહ્યું છે. અકસ્માતમાં બચી ગયેલી એક મહિલાએ પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વિમાન પલટી ગયા બાદ આ મહિલા પોતાની સીટ પર ઉંધી લટકતી જોવા મળે છે. આ વીડિયો શેર કરતા તેણે લખ્યું કે, 'મારું પ્લેન ક્રેશ થયું છે અને હું ઊંધી પડી છું.'
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
