News of Tuesday, 18th February 2025
અમેરિકાના પૂર્વ વિસ્તારોમાં પૂરમાં 10 લોકોના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: અમેરિકામાં દસ કરોડથી વધુ લોકો પર પૂર, કીચડનો ધસારો, બરફના વાવાઝોડાનુંં જોખમ ઝળુંબી રહ્યું છે. આ માટેની એલર્ટ જારી કરી દેવામાં આવી છે.અમેરિકા પર જાણે એકસાથે ચાર આફતો એકસાથે ત્રાટકતી હોય તેવી પરિસ્થિતિ છે. આના લીધે કેટલીય હોસ્પિટલો બંધ કરી દેવાની ફરજ પડી છે. અમેરિકામાં હવામાન હોનારત બનતાં કેટલાય રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવાની ફરજ પડી છે. અમેરિકાના પૂર્વ વિસ્તારમાં મધ્યભાગે રહેલાં કેન્ટકીમાં રવિવારે પ્રચંડ ચક્રવાત સાથે અત્યંત ભારે વર્ષા થતાં માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા અને ખાડી ઓવરફ્લો થઇ ગઈ હતી. કેનેટકીમાં જ અને જ્યોર્જિયામાં એક એમ કુલ મૃત્યુઆંક ૧૦ સુધી પહોંચ્યા છે. જો કે હજી મૃત્યુ આંક વધવાની શક્યતા છે. આ પ્રચંડ ચક્રવાતનેે લીધે ૩૯,૦૦૦ ઘરોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી.આ કરૂણાંતિકા અંગે કેનેટકીના ગવર્નર એન્ડી બેશીરેએ કહ્યું હતું કે ભારે પૂરોને લીધે સેંકડો લોકો ફસાઇ ગયા હતા. તેઓને બચાવી પણ લેવામાં આવ્યાં છે. આ ઉપરાંત ફેબુ્રઆરી અડધો પૂરો થઈ ગયો હોવા છતાં અમેરિકાના મધ્ય અને પૂર્વના હિસ્સામાંથી ઠંડી હજી ઓસરવાનું નામ લેતી નથી. અહીં વિન્ટર સ્ટોર્મ ડેવલપ થઈ રહ્યુ છે. તેની આખા પૂર્વ કિનારા પર વિપરીત અસર પડશે. આ વાવાઝોડાની ચોક્કસ લંબાઈ તો હજી જાણી શકાઈ નથી, તેના પરથી જ તેનો વ્યાપ કેટલો મોટો હશે તેનો ખ્યાલ આવે છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
