તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
ઈલોન મસ્કને લઈને ટ્રંપે આપ્યું આશ્ચર્યજનક નિવેદન

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે DOGE એટલે કે યુએસ સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિએંસીને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે DOGE માટે ઇલોન મસ્ક કરતાં વધુ સમજદાર વ્યક્તિની શોધ કરવામાં આવી હતી, પરંતુ કોઈ મળ્યું ન હતું. તેણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મસ્ક DOGE માટે માત્ર કામ કરે છે અને આ અંગે તે કોઈ નિર્ણય લઇ શકશે નહી. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, 'તેમે વિશ્વના સૌથી અમીર વ્યક્તિને 'ખર્ચ ઘટાડવા'ના વિભાગના વડા કેમ બનાવ્યા? આના પર ટ્રમ્પે કહ્યું, 'તે સારા છે... જો કે હું તેના કરતાં વધુ સમજદાર વ્યક્તિને શોધવા માંગતો હતો. મેં ઘણી શોધ કરી, પરંતુ થયું નહી. મને તેના કરતા સમજદાર કોઈ મળ્યું નથી. આવી સ્થિતિમાં અમારે દેશ માટે આ વ્યક્તિ પર સહમત થવું પડ્યું.'DOGE ના કાર્યની પ્રશંસા કરતા ટ્રમ્પે કહ્યું, 'મસ્કનું કામ એક્ઝિક્યુટિવ ઓર્ડર લેવાનું અને તેના સેંકડો પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાનું છે. તેમની પાસે ખૂબ જ આશાસ્પદ યુવાનો છે જે તેમના માટે કામ કરે છે.'
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
