તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
અમેરિકામાં છેલ્લા એક વર્ષમાં 2.9 કરોડ ફ્લૂના કેસ નોંધાયા

નવી દિલ્હી: રહસ્યમય બીમારીએ અમેરિકનોનો ભરડો લીધો છે. 8મી ફેબુ્રઆરી સુધી 2024-25ની ફ્લુ સીઝનમાં સીડીસીના અંદાજ મુજબ રાષ્ટ્રવ્યાપી ધોરણે 2.9 કરોડ કેસ નોંધાયા છે અને તેમા 370000નું હોસ્પિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. આ ફ્લુ સીઝનમાં 16 હજારથી પણ વધુના મોત થયા છે. અમેરિકામાં છેલ્લા દાયકામાં ફ્લુથી થયેલા મોતનો આંકડો પહેલી વખત આ સ્તરે પહોંચ્યો છે. તેથી તંત્ર સ્તબ્ધ છે. ડોક્ટરોને મુખ્યત્વે ઇન્ફ્લુએન્ઝાના બે પ્રકાર એચવનએનવન અને એચ3એન2ને લઈને ચિંતા છે. સીડીસીએ જણાવ્યું હતું કે ફ્લુનું પ્રમાણ વધતા હોસ્પિટલાઇઝેશન અને મોતનું પ્રમાણ વધી રહ્યું છે. તેની પેટર્નના લીધે ચેપનું જોખમ વધી જાય છે. કેલિફોર્નિયા પ્રાતમાં પહેલી જુલાઈથી ફ્લુના 561 કેસ નોંધાયા છે અને ૬૫થી ઉપરના જ તેનો ભોગ બન્યા છે. આ સીઝનમાં પીડિયાટ્રિક ફ્લુથી દસ બાળકોના મોત થયા છે, જ્યારે ત્રણ પીડિયાટ્રિક ડેથ થયા છે. અમેરિકામાં કેલિફોર્નિયામાં ફ્લુના આંકડાએ કોવિડથી થયેલા મોતના આંકડાના વટાવી દીધા છે. ફ્લુના કેસોમાં અચાનક આવતા અમેરિકન હોસ્પિટલો પર દબાણ વધી ગયું છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
