તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st February 2025
ઈરાનમાં છેલ્લા એક વર્ષમાં 975 લોકોને ફાંસીની સજા આપવામાં આવી હોવાના સમાચાર

નવી દિલ્હી: નોર્વે સ્થિત 'ઇરાન હ્યુમન રાઇટ્સ' (આઇ.એચ.આર.) નામક સંસ્થાએ જણાવ્યું હતું કે, ઇરાનમાં ૨૦૨૪ના વર્ષમાં એક જ વર્ષમાં ૯૭૫ને ફાંસી આપવામાં આવી હતી. ૨૦૦૮ પછીના છેલ્લા ૧૭ વર્ષોમાં નોંધાયેલો આ સૌથી મોટો વિક્રમ છે. ફાંસી પામનારાઓમાં ૩૧ મહિલાઓ પણ સમાવિષ્ટ છે. આ પૂર્વે ૨૦૨૩માં ૮૩૪ને ફાંસી આપવામાં આવી હતી જ્યારે ૨૦૨૪માં ૯૭૫ને ફાંસી અપાઈ હતી એટલે કે સરેરાશ એક જ દિવસમાં ત્રણને ફાંસી અપાઈ હતી. ગુરુવારે આ માહિતી આપતા આઇએચઆર જણાવે છે કે, ઇરાનમાં ઇસ્લામિક રીપબ્લિકનની સ્થાપના પછી એક પછી એક કંપારી છૂટે તેવા બનાવો બનતા રહ્યા છે આ ફાંસી પામનારાઓમાં ઇરાનની 'એકહથ્થુ સરકાર'ના અનેકવિધ ફતવાઓનો વિરોધ કરનારા જ સમાવિષ્ટ છે. આઇએચઆરના ડાયરેક્ટર મહમૂદ અમીરી મોઘાદૂમે કહ્યું હતું કે, આ સજા ઇસ્લામિક રીપબ્લિકમાં સત્તા પર ટકી રહેવા માગતા 'માધાતાઓ' દ્વારા જ કરવામાં આવી છે તેનું કારણ સીધુ અને સમજાય તેવું છે તે એ કે આ સજા પામેલાઓ તે જુલ્મી શાસનનો વિરોધ કરતા હતા. આ હ્યુમન રાઇટ્સ ગુ્રપ તેમ પણ જણાવે છે કે, વિરોધને કચડવામાં ઇરાન, ચીન પછી આવી ઉભું છે. ત્યાં (ચીનમાં) તેમજ ઇરાનમાં સત્તાધિશો દેહાંત દંડની સજાનો ભય ફેલાવીને જનતાને દબાવી દેવા માંગે છે. વિશેષત: તો આ થીઓક્રસી (ધાર્મિક શાસન) સામે ૨૦૨૨થી વિરોધનો જુવાળ શરૂ થયો તે પછી, આવી ભયંકર સજાઓ શરૂ કરાઈ છે.
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
