<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

ચાઈનીઝ નેવીએ ઓસ્ટ્રેલિયાથી થોડે દૂર લાઈવ ફાયર એક્સરસાઇઝ શરૂ કરી હોવાની માહિતી

નવી દિલ્હી: ચાઈનીઝ નેવીના ટાસ્ક ફોર્સે ઓસ્ટ્રેલિયાના પૂર્વ તટથી થોડે દૂર લાઇવ-ફાયર એક્સરસાઇઝ શરૂ કરી છે. આ સાથે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના એર-ટ્રાફિક કંટ્રોલે તમામ વિમાની સેવાઓને આ વિસ્તારથી દૂર રહેવા જણાવી દીધું છે.
ચીનના પીપલ્સ લિબરેશન આર્મી ફ્રીગેટ્સ અને ક્રૂઝર્સ તેમજ સહાયક યુદ્ધ નૌકાઓ ઑસ્ટ્રેલિયાના મેરીટાઇમ એપ્રોચીઝમાં થઈને ઑસ્ટ્રેલિયાના પૂર્વી તટથી દૂર યુદ્ધ કવાયતમાં વ્યસ્ત બની ગઈ હતી. ચાઇનીઝ નેવીની આ હરકતો ઉપર ઑસ્ટ્રેલિયાનું વિમાનદળ અને નૌકાદળ ચાંપતી નજર રાખી રહ્યા છે. આ અંગે ઑસ્ટ્રેલિયાની એરટ્રાફિક કંટ્રોલ એજન્સી 'એર સર્વિસ ઑસ્ટ્રેલિયાએ' શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ઑસ્ટ્રેલિયાની સિવિલ એવિએશન ઓથોરિટી અને ઑસ્ટ્રેલિયાની એર સર્વિસીઝને ચીન દ્વારા થઈ રહેલી તે કવાયતોની પૂરી માહિતી છે. ચાઇનીઝ નૌકાદળ અંતર-રાષ્ટ્રીય જળ વિસ્તારમાં લાઇવ-ફાયર એક્સાઇઝ કરી રહ્યું છે. તેથી સાવચેતી રૂપે અમે નાગરિક વિમાની સેવાઓને તે વિસ્તારથી દૂર- ઉડ્ડયન કરવા જણાવ્યું છે.''ક્વોન્ટાસ' અને 'લૉ કોસ્ટ શાખા', 'જેટ સ્ટાર એર સ્પેસ પર બરોબર નજર રાખી રહ્યા છે અને તેઓએ તેમની ફ્લાઇટના રૂટમાં થોડો સમય પૂરતો ફેરફાર કર્યો છે અને ફ્લાઇટ્સ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેના 'ટાસ્માન સી' ઉપરથી પસાર કરે છે.'

 

(5:35 PM IST)