તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
યુકે સરકાર સાથે સિક્યુરિટીને લઈને વિવાદ થતા એપલે ડેટા પ્રોટેક્શન ટૂલ કરી દીધું બંધ

નવી દિલ્હી: યૂકેની સરકારે એપલ પાસે યૂઝર્સના ડેટાનું એક્સેસ માગ્યું હતું. જોકે, એપલ દ્વારા યૂકેમાંથી તેમની હાઇએસ્ટ લેવલ ડેટા સિક્યોરિટી ટૂલ જ બંધ કરી દેવામાં આવ્યું છે. એપલના એડ્વાન્સ ડેટા પ્રોટેક્શન ટૂલ દ્વારા સ્ટોર કરવામાં આવેલા ડેટાને ફક્ત યૂઝર જ જોઈ શકે છે. એ ડેટા એન્ડ-ટૂ-એન્ડ પ્રોટેક્શન હેઠળ સુરક્ષિત હોય છે. જોકે, આ ડેટાને પ્રોટેક્ટ કરવાનું ટૂલ જ એપલ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે. યૂકેની સરકાર દ્વારા આ મહિનામાં એપલ પાસે યૂઝરના ડેટાને જોવાનો રાઈટ્સ માંગવામાં આવ્યો હતો. આ ડેટા એપલ પોતે પણ એક્સેસ નથી કરી શકતી. એપલ દ્વારા એ વિશે કોઈ કમેન્ટ કરવામાં નહોતી આવી, પરંતુ તેમણે આ ઇન્ક્રિપ્ટેડ સર્વિસનું એક્સેસ આપવા માટે ના પાડી હતી. એપલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો એમાં બેકએન્ટ્રી એક્સેસ આપવામાં આવે તો હેકર્સ પણ એ દ્વારા ડેટાને એક્સેસ કરી શકશે. જોકે, હવે એપલ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે કે તેઓ યૂકેમાં એડ્વાન્સ ડેટા પ્રોટેક્શન ટૂલની સર્વિસ બંધ કરી રહ્યું છે. આ સર્વિસ બંધ થયા બાદ એપલની ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ આઇક્લાઉડ પર સ્ટોર કરવામાં આવેલા ડેટા સંપૂર્ણ પણે કોઈ જોઈ શકે એવું નથી. જો સરકાર વોરન્ટ લઈને આવે તો હવે કંપનીએ તેમને આ ડેટા આપવા પડશે. એપલ દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે કે ‘અમને એ જણાવીને ખૂબ જ દુખ થઈ રહ્યું છે કે અમારા બ્રિટીશ કસ્ટમર્સ માટે હવે સિક્યોરિટી ફીચર્સ નથી રહ્યું. અમે અગાઉ પણ ઘણી વાર કહી ચૂક્યા છે કે અમે અમારી કોઈ પણ પ્રોડક્ટ માટે બેકડોર અથવા તો માસ્ટર કી નથી બનાવી કે જેના વડે પ્રોડક્ટ અથવા તો સર્વિસને એક્સેસ કરી શકાય. તેમ જ અમે ભવિષ્યમાં પણ એ નહીં બનાવીએ.’
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
