તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
ઓએમજી....યુદ્ધના ત્રણ વર્ષ પૂર્વ થવાના એક દિવસ પહેલા જ રશિયાએ છોડ્યા 267 ડ્રોન
નવી દિલ્હી: ૨૪ ફેબુ્રઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ત્રણ વર્ષ સમાપ્ત થઇ જશે. આ અગાઉ યુદ્ધને ત્રણ વર્ષ પૂરા થવાના એક દિવસ પહેલા રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો છે. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર રશિયાએ યુક્રેન પર ૨૬૭ ડ્રોન છોડયા છે. રશિયાના આ હવાઇ હુમલામાં ડ્રોન યુક્રેનના ઓછામાં ઓછા ૧૩ શહેરોમાં પડયા હતાં. જેમાં ખાર્કિવ, પોલ્ટાવા, સુમી, કિવ, ચેર્નિહિવ, મિકોલેવ અને ઓડેસા સામેલ છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સઉદી અરેબિયામાં અમેરિકા અને રશિયાની વચ્ચે યુક્રેનમાં શાંતિ અંગે મંત્રણા ચાલી રહી છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે આ મંત્રણામાં યુક્રેનને દૂર રાખવામાં આવ્યું છે. યુક્રેનના એર ફોર્સના જણાવ્યા અનુસાર રશિયાએ એક જ હુમલામાં ૨૬૭ ડ્રોન છોડયા હતાં. રશિયાએ આ હુમલામાં ત્રણ બેલેસ્ટિક મિસાઇલ પણ છોડી હતી. જેના કારણે યુક્રેનના પાંચ શહેરોમાં નુકસાનના સમાચાર છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે આ હુમલાનો એક વીડિયો જારી કર્યો છે. જેમાં યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે અનેક ડ્રોનનો નાશ કર્યો હતો. રશિયા સાથે ટ્રમ્પના વધતા સંબધોથી યુક્રેનની ચિંતા વધી ગઇ છે. રશિયા સાથે રાજદ્વારી સંબધો ફરી શરૂ કરવા અને મોસ્કો સાથે આર્થિક સહકાર વધારવા માટે ટ્રમ્પે રશિયા સાથે કરાર કર્યો છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
