News of Thursday, 27th February 2025
થાઈલેન્ડમાં ડબલ ડેકર બસ અથડાઈ જતાં ૧૮ના મૃત્યુઃ ૩૧ને ગંભીર ઈજા
બસમાં ૪૯ પ્રવાસીઓ હતા તે પૈકી ૧૭ના સ્થળ પર જ મૃત્યુ થયા જ્યારે એક પ્રવાસી પછીથી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા

બેંગકોક,તા.૨૭: થાઈલેન્ડના પ્રાચીન બુરી પ્રાંતમાં એક ડબલ ડેકર બસ ટેકરી ઉપરથી ઢાળમાં જઈ રહી હતી ત્યારે અચાનક બ્રેક ફેઈલ થતાં બસ અથડાઈ પડતાં ૧૭ વ્યક્તિઓનાં સ્થળ ઉપર જ મળત્યુ થયા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મળત્યુ થયું હતું જ્યારે અન્ય ૩૧ને પણ ઇજાઓ થઈ હતી.
આ માહિતી આપતાં પોલીસ લેફ્ટનન્ટ કર્નલ સિવાપાસ ફૂટીપુયાઈબૂનચુએ કહ્યું હતું કે, અમે ડ્રાઇવરની પૂછપરછ કરી હતી. તેણે કહ્યું કે બસ ટેકરી ઉપરથી નીચે જઈ રહી હતી ત્યારે બ્રેક ફેઇલ થઈ ગઈ.
રોડ સેફટી અંગે થાઈલેન્ડનો ઘણો ખરાબ રેકોર્ડ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન જણાવે છે કે, ત્યાં દર વર્ષે આશરે ૨૦,૦૦૦ જેટલી વ્યક્તિઓ માર્ગ અકસ્માતમાં મળત્યુ પામે છે. ઉપરાંત ખરાબ ડ્રાઇવિંગ તથા અસલામત વાહનો અન્ય કારણો છે.
ગત વર્ષના ઓક્ટોબરમાં બેંગકોકમાં પહેલાં સ્કૂલ બસ અથડાઈ જતાં સળગી ઊઠી હતી તેમાં ૨૩ના મોત થયા હતા. છેલ્લાં ૧૦ વર્ષમાં થયેલો આ સૌથી ખરાબ અકસ્માત હતો.
જે બસને અકસ્માત થયો તે કુલ ત્રણ બસો પૈકીની એક હતી. આ બસોમાં મોટા ભાગના સરકારી અધિકારીઓ હતા. જેઓ વાસ્તવમાં સહેલગાહે નીકળ્યા હતા. આ પૈકીની એક બસ પાટનગર બેંગકોકથી પૂર્વે આવેલા પ્રાચીન બુટી પ્રાંતમાંથી પસાર થતી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.(૪૦.૬)
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
