News of Thursday, 27th February 2025
ફ્લાઇટ ઇટલી પહોંચી ત્યારે કપલને તેમની જ સીટ પર બેસી રહેવા જણાવ્યું હતું જેથી ડેડ-બોડીને નીચે ઉતારી શકાય..
ફ્લાઇટમાં ડેડ-બૉડીની બાજુમાં બેસીને પ્રવાસ કરવો પડયો એક કપલને મેલબર્ન, તા.૨૭: ઑસ્ટ્રેલિયાના મેલબર્નથી કતારના દોહા જઈ રહેલી ૧૫ કલાકની એક નૉન-સ્ટૉપ ફ્લાઇટમાં એક કપલે એક મહિલાની ડેડ-બૉડીની પાસે બેસીને પ્રવાસ કરવાનો વારો આવ્યો હતો.

આ ફ્લાઇટમાં પ્રવાસ દરમ્યાન એક મહિલા પ્રવાસીનું અચાનક મૃત્યુ થયું હતું. ક્રૂ-મેમ્બર્સે આ મહિલાને બચાવી લેવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે મહિલા જીવી શકી નહોતી. આ મહિલાની ડેડ-બૉડીને બિઝનેસ ક્લાસની સીટમાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ પૅસેજ સાંકડો હોવાને કારણે આમ શક્ય નહોતું. આ ફ્લાઇટમાં પ્રવાસ કરી રહેલા મિશેલ રિન્ગ અને જેનિફર કૉલિન પાસે બે વધારાની સીટ હતી. ક્રૂ-મેમ્બર્સે આ કપલને સીટ બદલવાની વિનંતી કરી જેથી મહિલાની ડેડ-બૉડીને ત્યાં રાખી શકાય. મિશેલે જણાવ્યું કે તેણે જોયા-વિચાર્યા વિના સીટ બદલવાની સહમતી આપી દીધી જેના પછી તેની સીટ પાસેની સીટ પર ડેડ-બૉડી રાખવામાં આવી. મિશેલે જણાવ્યું કે તેને ચાર કલાક સુધી ડેડ-બૉડીની પાસે બેસીને પ્રવાસ કરવો પડયો હતો. ફ્લાઇટ ઇટલી પહોંચી ત્યારે કપલને તેમની જ સીટ પર બેસી રહેવા જણાવ્યું હતું જેથી ડેડ-બૉડીને નીચે ઉતારી શકાય. મિશેલે આ અનુભવને જિંદગીનો સૌથી ખરાબ અનુભવ ગણાવ્યો હતો.(૨૩.૧૬)
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
