News of Thursday, 27th February 2025
30 દિવસમાં સેનામાંથી ટ્રાન્સજેન્ડર સૈનિકોને હટાવવા ટ્રંપે આપ્યું નવું ફરમાન

નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પે યુ.એસ.માં સત્તા સંભાળતાની સાથે જ ઘણા મોટા નિર્ણયો લીધા હતા, જેમાંથી એક યુએસ આર્મીમાં ટ્રાન્સજેન્ડર સૈનિકોને લગતો હતો. ટ્રાન્સજેન્ડર હવે યુએસ આર્મીમાં ભરતી કરી શકશે નહીં. હવે પેન્ટાગોને તાજેતરમાં જ આ મામલે નિવેદન જાહેર કર્યું છે. પેન્ટાગોને કહ્યું છે કે, 'અમેરિકા 30 દિવસની અંદર સેનામાંથી ટ્રાન્સજેન્ડર સૈનિકોને હટાવવાની પ્રક્રિયા શરૂ કરશે. આ નિર્ણય ટ્રાન્સજેન્ડર સૈનિકોને સૈન્ય સેવામાં જોડાવા અથવા ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકે છે.'અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા મહિને ટ્રાન્સજેન્ડર સૈનિકોની સેવા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જે બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું પગલું ભર્યું અને નિર્ણય લીધો કે હવે યુએસ આર્મીમાં ટ્રાન્સજેન્ડર્સની ભરતી કરવામાં આવશે નહીં. ટ્રમ્પના આ નિર્ણય પછી, 26 ફેબ્રુઆરી, બુધવારે પેન્ટાગોને એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'અમેરિકાએ 30 દિવસની અંદર ટ્રાન્સજેન્ડર સૈનિકોની ઓળખ કરવી પડશે. આ પછી તેમને સૈન્ય સેવામાંથી દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.'
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
