તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Thursday, 27th February 2025
જાણો વિશ્વમાં ક્યાં સૌથી વધુ લોકો કેન્સરથી મૃત્યુ પામે છે

નવી દિલ્હી: ચીન, અમેરિકા, અને ભારત સહિતના દેશોમાં કેન્સરની વધતી જતી બીમારી વિકરાળ બની છે. ભારતમાં કેન્સરથી પીડાતા દર પાંચમાંથી ત્રણના મુત્યુ થાય છે. વૈશ્વિક કેન્સર ડેટા અનુસાર ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ પર તેની અસર વધારે જોવા મળે છે. ધ લેંસેટ પત્રિકામાં પ્રકાશિત અહેવાલ અનુસાર અમેરિકામાં કેન્સરના કેસમાં ૪ માંથી ૧ નું મુત્યુ થાય છે જયારે ચીનમાં દર બે માંથી એકનું મુત્યુ થાય છે. મહિલાઓ અને પુરુષો જ નહી બાળકોમાં પણ કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. આઇસીએમઆરના એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કેન્સરથી થતા મુત્યુમાં ચીન અમેરિકા પાછી ભારત ત્રીજા ક્રમે છે. દુનિયામાં દર વર્ષે કેન્સરથી થતા કુલ મુત્યુમાં ૧૦ ટકા મુત્યુ માટે આ ૩ દેશો જવાબદાર છે. નિષ્ણાતોનું માનવું છે કે આવનારા ૨૦ વર્ષમાં ભારતમાં કેન્સરથી થતા મુત્યુનું પ્રમાણ વધતું જશે, લોકોની ઉંમર વધવાની સાથે કેસમાં ૨ ટકા જેટલો વધારો થશે. ભારતની વાત કરીએ તો છેલ્લા ૨૦ વર્ષમાં જુદી જુદી ઉંમરના દર્દીઓમાં ૩૬ પ્રકારના કેન્સર ધ્યાનમાં આવ્યા છે જેમાં કુલ પાંચ પ્રકારના કેન્સર સૌથી વધુ જોવા મળે છે જે પુરુષો અને મહિલાઓ એમ બંનેમાં જોવા મળે છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
