<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

અફઘાનિસ્તાનમાં ભારે સ્નોફોલનાં કારણોસર 40ના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના વિવિધ ભાગોમાં ભારે સ્નોફોલ અને વરસાદને કારણે ૪૦ લોકોના મોત થયા છે અને ૪૫ લોકો ઘાયલ થયા છે. આ માહિતી તાલિબાને બુધવારે આપી હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું કે, દેશના મોટાભાગના પ્રાંતોમાં ભારે વરસાદને કારણે દુષ્કાળની અસરમાં ઘટાડો થયો છે. પ્રારંભિક ડેટા અનુસાર, બરફ અને વરસાદને કારણે સમગ્ર દેશમાં ડઝનેક લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા. ખરાબ હવામાનના કારણે ૨૪૦ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને વધુ ૬૧ને નુકસાન થયું હતું. સેંકડો એકર જમીન નાશ પામી હતી. સર્વે ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે અને બિનસરકારી સંસ્થાઓના સહયોગથી સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.

(4:44 PM IST)