તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
તાલિબાનનું આ નવું જાસૂસી નેટવર્ક રાખશે લાખો લોકો પર પોતાની નજર

નવી દિલ્હી: તાલિબાનોનું સામ્રાજ્યમાં સતત કઠોર અને કઠોર બનતું જાય છે. તાલિબાન પોલીસે ૯૦,૦૦૦ સીસીટીવી કેમેરા ગોઠવી દીધા છે. તે દ્વારા તાલિબાનો ૬૦ લાખ લોકોની નંબર પ્લેટ શરૂ કરી તેમના મોંના હાવભાવ પણ જાણી શકાય છે. તાલિબાનોના પ્રવક્તા ખાલીદ ઝદરાને બીબીસીને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે અમે અહીં બેઠા બેઠા કાબુલ અને તેની આસપાસના વિસ્તારો ઉપર નજર રાખી શકીએ છીએ. ઉપરાંત ઘણા લોકો પણ અમોને સાથ આપે છે, અને પાડોશમાં કોઈપણ ચીજ વસ્તુ કે માનવી શંકાસ્પદ જણાય તો તુર્ત જ પોલીસને જાણ કરે છે. સત્તાવાળાઓ કહે છે કે આ જાસૂસી નેટવર્ક ગુનાખોરી દબાવી શકશે. પરંતુ ટીકાકારો કહે છે કે તાલિબાન આ જાસૂસીતંત્રનો ઉપયોગ લોકો શરીયાતના કાયદા પ્રમાણે જીવે છે કે કેમ તે જોવા માટે કરવામાં આવશે. સાથે કઠોર નૈતિક કાનૂનો અમલી કરાવવામાં તે તાલિબાનોને ઉપયોગી થશે. આ દર્શાવે છે કે ઇ.સ. ૨૦-૨૨ વચ્ચે રચાયેલ આ કાનૂનોનો અમલ કરાવવામાં તાલિબાને અતિઆધુનિક પદ્ધતિ અપનાવેલ છે. આ સીસીટીવી કેમેરા દરેક વ્યક્તિને ઓળખાવી કાઢે છે. તેનાં સ્ક્રીનના એક ખૂણામાં વ્યક્તિની વય જાતી (સ્ત્રી કે પુરૂષ) તથા તેને તથા તેણે દાઢી રાખી છે કે નહીં કે હીજાબ પહેર્યો છે કે નહીં તે પણ દર્શાવશે. વ્યક્તિની વય પણ સાથે આશરે જાણી શકાશે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
