તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
સ્પર્મ ગળી ગઈ ૧૫ વર્ષની કિશોરી, ગર્ભવતી બની : તંદુરસ્ત બાબલાને જન્મ આપ્યો
ખુદ ડોકટરો પણ આ ઘટનાથી ભારે નવાઇ પામ્યાં

ડરબન, તા.૩: દક્ષિણ આફ્રિકા નજીક આવેલા લેસોથો નામના દેશમાં ૧૫ વર્ષની કિશોરીને પેટમાં દુખાવો ઉપડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જેમાં સોનોગ્રાફી કરતા માલૂમ પડયું કે તે ૯ મહિનાની ગર્ભવતી હતી અને તેની ડિલિવરી થવાની તૈયારી હતી. આશ્ચર્યજનક ગર્ભાવસ્થા કરતાં વધુ આઘાતજનક એ હતું કે છોકરીના યોનિમાર્ગનો કોઈ અતોપતો નહોતો, એટલે તેને તેને યોનીમુખ નહોતું જે પછી છોકરીની ડિલિવરી થઈ હતી અને તેણે ૬.૨ પાઉન્ડના એક તંદુરસ્ત બાબલાને જન્મ આપ્યો હતો. ખુદ ડોક્ટરો પણ આ ઘટનાથી ભારે નવાઈ પામ્યાં છે. તબીબી નિષ્ણાતો મૂંઝવણમાં હતા કે યોનિમાર્ગ વગરની વ્યક્તિ ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશનની સુવિધા વિના બાળકને કેવી રીતે ગર્ભધારણ કરી શકે છે, પણ આ બન્યું છે.
આ ઘટના પાછળનું કારણ આપતાં હોસ્પિટલના ડોક્ટરોએ કહયું કે તેને એક દુર્લભ જન્મજાત ખામી છે જેને ડિસ્ટલ વેજાઇનલ એટ્રેસિયા તરીકે ઓળખવામાં આવે છે.
યોની મુખ ન હોવાથી સેક્સ નહીં કરી શકે તેવું કિશોરી માનતી
કિશોરીએ એવું કહયું કે તેણે તેના શરીરમાં ફેરફારો જોયા હતા અને તેને કોઈ યોની માર્ગ નહોતો અને તેથી તેણે એવું માની લીધું કે તે કોઈની સાથે સેક્સ નહીં કરી શકે.
કિશોરીની માતાએ કહયું કે યોની ન હોવાથી કિશોરી તેના બોયફ્રેન્ડ સાથે ઓરલ સેક્સ કરતી હતી. તેની માતાએ કહયું કે ડિલિવરી પહેલાં કિશોરીએ તેના બીજા બોયફ્રેન્ડ સાથે ઓરલ સેક્સ માણ્યું હતું અને સંબંધ બાંધતી વખતે જ જોઈ જતાં પહેલા બોયફ્રેન્ડ તેની પર હુમલો કર્યો હતો જેને કારણે તેને પેટમાં દુખાવો ઉપડયો હતો અને આ દરમિયાન ગળી ગયેલું વીર્ય પ્રજનન અંગોમાં જતું રહ્યું તેને કારણ કે તે ગર્ભવતી બની.
કિશોરીની સારવાર કરનાર મેડિકલ ટીમનું એવું માનવું છએ કે તે જે વીર્ય ગળી ગઈ હતી તે છરીના ઘાને કારણે તેના પ્રજનન અંગોમાં જતું રહયું હતું. આ ગર્ભાવસ્થાને વધુ આઘાતજનક બનાવે છે તે એ છે કે સામાન્ય રીતે, પેટમાં પાચન એસિડ એટલું મજબૂત હોય છે કે તે ઝડપથી શુક્રાણુઓને મારી નાખે છે, જેના કારણે તે વ્યવહારુ બનતું નથી. હુમલા સમયે છોકરી કુપોષિત હતી, જેના કારણે શુક્રાણુ ચમત્કારિક રીતે બચી ગયું, જેના કારણે તેના પાચનતંત્રમાં એસિડિટીનું સ્તર ઘટયું અને ગળેલા શુક્રાણુને તેના ગર્ભાશયને છરાના ઘા દ્વારા ફળદ્રુપ થઈ જતાં છોકરી ગર્ભવતી બની હતી.(૨૩.૪)
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
