<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

બરફના પહાડોમાં ગુમ થયા બાદ ૧૦ દિવસ સુધી માત્ર ટૂથપેસ્‍ટ ખાઈને જીવતો રહ્યો

ચીનમાં ૧૮ વર્ષનો સન લિયાંગ નામનો એક યુવાન

બીથુંગ,તા.૩: ચીનમાં ૧૮ વર્ષનો સન લિયાંગ નામનો એક યુવાન બરફના પહાડોમાં ગુમ થયા બાદ ૧૦ દિવસ સુધી માત્ર ટૂથપેસ્‍ટ ખાઈને જીવતો રહ્યો હતો. ૩૦ જણની બચાવટીમે તેને શોધી કાઢતાં તે જીવતો મળી આવ્‍યો હતો. સન લિયાંગે ૮ ફેબ્રુઆરીએ શાન્‍ક્‍સી પ્રાંતમાં ઈસ્‍ટ-વેસ્‍ટ માઉન્‍ટન રેન્‍જના પહાડોમાં ક્‍વિનલિંગથી તેની હાઇકિંગની શરૂઆત કરી હતી. આ પહાડ સમુદ્રની સપાટીથી આશરે ૨૫૦૦ મીટર ઊંચા છે. આ પહાડો વાઇલ્‍ડ લાઇફ અને જંગલી વળક્ષો માટે જાણીતા છે. ૧૦ ફેબ્રુઆરીએ તેની ઇલેક્‍ટ્રોનિક ડિવાઇસની બેટરી ખરાબ થતાં તેનો ઘરવાળા સાથે સંપર્ક તૂટી ગયો હતો. પહાડોમાં ફરતાં-ફરતાં તે ઘણી વાર પડ્‍યો હતો, તેનું ખાવાનું ખૂટી ગયું હતું અને હાથમાં ફ્રેક્‍ચર પણ થઈ ગયું હતું. તોફાની હવાથી બચવા તે એક મોટા પથ્‍થરની પાછળ રહેવા લાગ્‍યો હતો. ઘરના લોકો સાથે સંપર્ક તૂટી જતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને ૩૦ સભ્‍યોની ટીમ લિયાંગને શોધવા નીકળી પડી હતી. ૧૭ ફેબ્રુઆરીએ તેને શોધી કાઢવામાં આવ્‍યો હતો. આ યુવાન જ્‍યાં ગુમ થયો હતો એ ખતરનાક રસ્‍તો ગણવામાં આવે છે અને આ રસ્‍તા પર ૫૦ લોકો મોતને ભેટયા છે. આ રસ્‍તા પર જીવતી બચી ગયેલી તે એકમાત્ર વ્‍યક્‍તિ છે. તેને શોધવા માટે તેના પરિવારે આશરે ૮૦,૦૦૦ યુઆન (આશરે ૯.૬૫ લાખ રૂપિયા)નો ખર્ચ કર્યો હતો.

(10:10 AM IST)