<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

બ્રિટને ઝેલેન્સ્કીને 2.84કરોડ ડોલરની લોન આપી હોવાના સમાચાર

નવી દિલ્હી: રશિયા સામેના યુદ્ધમાં નાણાકીય સહાય માટે પ્રમુખ ટ્રમ્પ સાથે મુલાકાત માટે વ્હાઈટ હાઉસ પહોંચેલા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ અપમાનિત થઈને અમેરિકામાંથી નીકળવું પડયું હતું. જોકે, વ્હાઈટ હાઉસના ફિયાસ્કા બાદ લંડન પહોંચેલા ઝેલેન્સ્કીનું બ્રિટિશરોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. યુકેના વડાપ્રધાન કિર સ્ટાર્મરે ઝેલેન્સ્કીને ગળે મળી તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને ૨.૨૬ અબજ પાઉન્ડનો લોન એગ્રીમેન્ટ કરાર પણ કર્યો હતો. વધુમાં સાટર્મરે કહ્યું કે, યુક્રેન, યુકે અને ફ્રાન્સ રશિયા સામે કાયમી શાંતિ માટે યોજના ઘડી કાઢશે, જે અમેરિકા સમક્ષ રજૂ કરાશે. આ સાથે સ્ટાર્મરે એમ પણ કહ્યું કે, શાંતિ માટે અમેરિકાનો સાથ જરૂરી છે. યુકે, ફ્રાંસ, યુક્રેન સ્થાયી યુદ્ધ વિરામની યોજના બનાવી અમેરિકા સમક્ષ રજૂ કરશે, યુરોપીયન સૈન્ય યુક્રેન મોકલવા પણ વિચારણારશિયા સામે ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ચાલતા યુદ્ધમાં હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો સાથ મેળવવામાં નિષ્ફળ રહેતા અને અમેરિકાથી ખાલી હાથે રવાના થયેલા યુક્રેનના પ્રમુખ વોલોદિમિરિ ઝેલેન્સ્કીનું બ્રિટનમાં હીરોની જેમ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. યુક્રેનમાં શાંતિ માટે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે લંડનમાં યોજેલી યુરોપીયન શીખર સંમેલનમાં ભાગ લેવા ઝેલેન્સ્કી પહોંચ્યા હતા. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને આવકારતા પીએમ કીર સ્ટાર્મરે કહ્યું કે, મને આશા છે કે તમે રસ્તા પર લોકોને તમને આવકારતા જોયા હશે. બ્રિટનના લોકોનું આ સમર્થન દર્શાવે છે કે યુનાઈટેડ કિંગ્ડમ અને યુક્રેન સાથે ઊભા રહેવા માટે દૃઢ સંકલ્પિત છે. અમે છેક સુધી યુક્રેનની સાથે ઊભા રહીશું. આખું યુનાઈટેડ કિંગ્ડમ તમારી સાથે છે.

 

 

(5:40 PM IST)