<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

જર્મનીના મેનહેમમાં ભીડ પર કાર ચઢાવી દેતા એકનું મૃત્યુ:આતંકી હુમલાની કરાઈ આશંકા

નવી દિલ્હી: જર્મનીના મેનહેમ શહેરમાં કારે ભીડને ટક્કર મારી દેતાં ભયનું વાતાવરણ સર્જાયુ હતું. પશ્ચિમી જર્મનીના મેનહેમ શહેરમાં આ ઘટના પછી લોકો ગભરાઇ ગયા હતાં. આ ઘટનામાં એક વ્યકિતનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે.  પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં એક શંકાસ્પદ વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે અને કાળા રંગની એસયુવી જપ્ત કરવામાં આવી છે. મેનહેમ શહેરના સત્તાવાર એક્સ એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવેલ માહિતી અનુસાર શહેરમાં મોટા પાયે પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. પોસ્ટમાં લોકોને આ વિસ્તારથી દૂર રહેવા અને ઇમરજન્સી સેવાઓના નિર્દેશોનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. મેનહેમ પોલીસે આ ઘટનામાં એક વ્યકિતના મોતને સમર્થન આપ્યું છે. એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. ઘાયલોની ઇજા કેટલી ગંભીર છે તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટના સ્થળની પાસે આવેલ એક રેસ્ટોરન્ટમાં બેસેલ વ્યકિતના જણાવ્યા અનુસાર  તેણે લોકોને કાર દ્વારા પગપાળા ચાલતા લોકોને ટક્કર માર્યા પછી ગભરાઇને ભાગતા જોયો હતો. પોલીસ દરેક સ્થળે હાજર હતી અને હેલિકોપ્ટર ઉપર ચક્કર લગાવી રહ્યાં હતાં.

 

(5:46 PM IST)