<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

કેનેડાએ પણ અમેરિકન લિકર પર પ્રતિબંધ મુક્યો હોવાની માહિતી

નવી દિલ્હી: હવે કેનેડાએ પણ 'જેવા સાથે તેવા'ની નીતિ અપનાવી છે. કેનેડાના મુખ્ય પ્રાંત ઓન્ટારિયો અને ક્યૂબેક સહિત અન્ય ઘણા પ્રાંતોએ અમેરિકન લિકરના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પગલું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડિયન માલ પર લાદવામાં આવેલા ટેરિફના જવાબમાં ભરવામાં આવ્યું છે. ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે આ નિર્ણયની જાહેરાત કરતાંં કહ્યું કે, 'આ અમેરિકન ઉત્પાદકો માટે એક મોટો ફટકો છે.'ઓન્ટારિયો, ક્યૂબેક, બ્રિટિશ કોલંબિયા, મેનિટોબા અને નોવા સ્કોટીયા જેવા મુખ્ય પ્રાંતોએ પોતાના સરકારી લિકરના સ્ટોર્સમાંથી અમેરિકન લિકર હટાવવાનો આદેશ આપ્યો છે. ઓન્ટારિયોની જાહેર રીતે સંચાલિત લિકર કંટ્રોલ બોર્ડ (LCBO) દર વર્ષે લગભગ એક અબજ કેનેડિયન ડૉલર (લગભગ 688 મિલિયન અમેરિકન ડૉલર)નો અમેરિકન દારૂ વેચે છે. મંગળવારે સવારે LCBO ની વેબસાઇટ પર એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે 'અમેરિકન ટેરિફના જવાબમાં અમેરિકન ઉત્પાદનો હટાવી દેવામાં આવ્યા છે.'ક્યૂબેક સરકારે પોતાના પ્રાંતીય લિકર ડિસ્ટ્રીબ્યૂટરને સ્ટોર્સ, બાર અને રેસ્ટોરન્ટ્સમાં અમેરિકન લિકર સપ્લાય બંધ કરવાનો આદેશ આપ્યો છે. મેનિટોબાના પ્રીમિયર વાબ કિનેવે જાહેરાત કરતાં કહ્યું કે, અમે અમારા સ્ટોર્સમાંથી અમેરિકન લિકર હટાવી રહ્યા છીએ.  બ્રિટિશ કોલંબિયાએ એક અનોખું પગલું ભરતાં માત્ર રિપબ્લિકન નેતૃત્વવાળા યુએસ 'રેડ સ્ટેટસ'માંથી આવનાર લિકર પર પ્રતિબંધ લગાવ્યો છે. બ્રિટિશ કોલંબિયા સરકારે કહ્યું કે, અમારા લિકર ડિસ્ટ્રીબ્યૂટર 'રેડ સ્ટેટસ' એટલે કે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને ટેકો આપતા યુએસ રાજ્યોમાંથી લિકર ખરીદવાનું બંધ કરશે.

 

(6:00 PM IST)