તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
100 વર્ષની મહેનત બાદ મલેરિયા મુક્ત થયું જયોર્જિયા

નવી દિલ્હી: ૨૦ ૨૫ના વર્ષમાં પૂર્વી યુરોપનો જયોર્જિયા મલેરિયા મુકત બનનારો દુનિયાનો ૪૫ મો દેશ બન્યો છે. જયોર્જિયાના લોકો દાયકાઓથી મચ્છરજન્ય બીમારીથી પીડાતા હતા. છેલ્લા ૧૦૦ વર્ષથી મલેરિયા નાબૂદ કરવા માટે પ્રયાસો ચાલતા હતા. ૧૯૦૦ના દાયકામાં મલેરિયાના ત્રણ પરજીવી પ્લાઝમોડિયમ ફેલ્સીપેરમ, પ્લાઝમોડિયમ મલેરિયે અને પ્લાઝમોડિયમ વિવૈકસનો કાળો કહેર જોવા મળતો હતો. ૧૯૨૦ સુધીમાં દેશની કુલ વસ્તીના ૩૦ ટકા લોકો પ્લાઝમોડિયમ વિવેકસ મલેરિયાનો ભોગ બન્યા હતા.૧૯૪૦ સુધીમાં મોટા પાયે મચ્છર નિયંત્રણ કાર્યક્રમો, જાગૃતિ અભિયાનો, ચકાસણી અને સારવારના લીધે મલેરિયાના કેસોમાં ઘટાડો થયો હતો. બીજા વિશ્વયુધ્ધ દરમિયાન મલેરિયા નાબૂદી પર ધ્યાન આપી શકાયું ન હતું. લોકોનું મોટા પાયે આવન જાવન અને ગંદકીના પગલે મચ્છરોનો ઉપદ્વવ વધી ગયો હતો. બીજા વિશ્વયુધ્ધ પછી શાંતિના માહોલમાં મલેરિયાને ખતમ કરવા માટે ઘનિષ્ઠ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યા હતા. કેટલીક કીટનાશક દવાઓ શોધાઇ જેનો વ્યાપક ઉપયોગ થવા લાગ્યો હતો. મચ્છરોના બ્રિડિંગ (ઉછેર) સ્થળો શોધીને નાશ કરવામાં આવ્યો હતો. મચ્છરોના ખાતમા માટે ગત સદીના મધ્ય ભાગમાં ડાઇકલોરો ડાઇફેનાઇલ ટ્રાઇકલોરોઇથેન (ડીડીટી)નામના કેમિકલના વપરાશનું ચલણ વ્યાપક બન્યું હતું. ડીડીટીથી મચ્છર નિયંત્રણ મેળવવામાં સારી સફળતા મળતી હતી પરંતુ ડીડીટીની વ્યાપક આડઅસરથી દુનિયા વાકેફ ન હતી. વ્યાપક પ્રયાસોના પરિણામ સ્વરુપે જ ૧૯૫૩ સુધીમાં પ્લાઝમોડિયમ ફેલ્સીપેરમ, ૧૯૬૦માં સુધીમાં પ્લાઝમોડિયમ મલેરે અને ૧૯૭૦ સુધીમાં પ્લાઝમોડિયમ વિવૈકસનો ફેલાવો થતો અટકી ગયો હતો. જયોર્જિયાનું મલેરિયા મુકત થવુંએ આરોગ્ય અને સુખાકારીના ક્ષેત્રમાં મોટી સફળતા ગણવામાં આવે છે. જયોર્જિયામાં ૮૩.૮૪ ટકા વસ્તી ઓર્થોડોકસ ખ્રિસ્તીધર્મીઓની છે. ૧૦.૭ ટકા મુસ્લિમ અને ૨ ટકા આર્મેનિયન અપોસ્ટોલિક રહે છે. ૬૧ ટકા લોકો શહેરી જયારે ૩૯ ટકા લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. જયોર્જિયન અર્થતંત્રમાં કૃષિ અને ઔધોગિક ઉત્પાદનનો ખૂબ મોટો ફાળો છે. કુલ સ્થાનિક ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો ૫૦ ટકા જેટલો છે જે કુલ ૨૫ ટકા લોકોને રોજગારી આપે છે. મચ્છર મુકત દેશની કામગીરીમાં શહેરી હોય કે ગ્રામીણ, ખ્રિસ્તી હોય કે મુસ્લિમ સૌએ ખભેખભા મિલાવીને સાથ આપ્યો હતો. ઘરની આસપાસ સંકલિત મચ્છર નિયંત્રણ વ્યવસ્થાપન માટે પગલા ભરવામાં આવ્યા હતા. રહેણાંક વિસ્તારો અને આસપાસ પાણીના સ્ત્રોતો ગંદા ના થાય તેની કાળજી રાખવામાં આવી. નગર તથા કાઉન્ટી સરકાર અને સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર ફ્રી ઝોન પર ખૂબજ ભાર મુકવામાં આવ્યો. કન્ટેનર,કાટમાળ અને કચરો દૂર કરવાની જવાબદારી લોકોએ સ્વયંભૂ લઇ લીધી હતી. મચ્છરના લાર્વા અને પ્યુપાને ઉછેરવાનું વાતાવરણ મળે તેવી તમામ શકયતાઓ દૂર કરવામાં આવી હતી. મચ્છરો દિવસની ગરમી દરમિયાન વનસ્પતિ અથવા સંરક્ષિત વિસ્તારોમાં સામાન્ય રીતે આરામ કરતા રહે છે. આના માટેના દુર્ગમ સ્થળોને શોધીને નાશ કરવામાં આવ્યો હતો. આના પરિણામ સ્વરુપ મલેરિયાની બીમારીથી થતા મુત્યુ અને તે પહેલા સારવાર પાછળ થતો ખર્ચ અટકી ગયો હતો.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
