તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
ટ્ર્મપે સૈન્ય સહાય રોકી દેતા મુશ્કેલીમાં મુકાયા ઝેલેન્સકી

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશ દ્વારા યુક્રેનને અપાતી હથિયારો સહિતની સહાય અંગે અવાર-નવાર ટીકા-ટિપ્પણી કરતા રહેતા હતા અને હવે તેમણે યુક્રેનને કરાતી તમામ મદદ અટકાવી દીધી છે. વાસ્તવમાં થોડા દિવસો પહેલા અમેરિકા પહોંચેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે રકઝક થઈ ગઈ હતી, જેના કારણે ટ્રમ્પે સૈન્ય સહાય અટકાવી દીધી છે. જોકે મદદ અટકાવવા છતાં યુક્રેને કહ્યું કે, ‘અમે અમેરિકા સાથે સંબંધો જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરીશું.’ યુક્રેનના વડાપ્રધાન ડેનીજ શ્માઈગલે (Ukraine PM Denys Shmyhal) આશ્વાસન આપ્યું છે કે, ‘અમારી પાસે સેના માટે પર્યાપ્ત શસ્ત્રો છે.’ તેમણે એમ પણ કહ્યું કે, અમેરિકા દ્વારા અપાતી સૈન્ય સહાય અમારા માટે અમૂલ્ય છે અને તેમના કારણે હજારો લોકોનો જીવ બચી ગયો છે.’ યુક્રેનના પીએમએ કહ્યું કે, ‘અમે શાંતિ સાથે તમામ બાબતોના માધ્યમથી અમેરિકા સાથે કામ કરવાનું ચાલુ રાખીશું. અમારી પાસે માત્ર એક જ યોજના છે અને તે છે જીતવું અને જીવીત રહેવું. અથવા અમે જીતીશું, નહીં તો કોઈ અન્ય અમારા માટે પ્લાન-બી લખશે.’ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકી વચ્ચે તાજેતરમાં જ કેમેરા સામે બોલાચાલી થઈ હતી. આ મામલો એ હદ સુધી પહોંચ્યો કે ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસ છોડવાનું પણ કહેવામાં આવ્યું. ચર્ચા દરમિયાન ટ્રમ્પનું તીક્ષ્ણ વલણ સ્પષ્ટ દેખાતું હતું. તેમણે ખનિજ સોદા માટે યુક્રેન પર દબાણ કર્યું અને કહ્યું કે, 'કાં તો તમે સોદો કરો અથવા અમે (શાંતિ પ્રક્રિયામાંથી) બહાર થઈ જઈશું.' ઓવલ ઑફિસમાં એક બેઠક દરમિયાન ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકી પર પ્રહાર કરતાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, 'યુક્રેનના પ્રમુખનો નિર્ણય ત્રીજા વિશ્વયુદ્ધને વેગ આપી શકે છે.' ત્યારબાદ ઝેલેન્સકી અચાનક અમેરિકા સાથે મહત્ત્વપૂર્ણ ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના વ્હાઇટ હાઉસ છોડીને ચાલ્યા ગયા.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
