<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

ઓએમજી....યુક્રેન યુદ્ધમાં મધમાખી બની નવું હથિયાર:મધપૂડાથી રશિયાના સૈનિકો પર હુમલો થયો હોવાની માહિતી

નવી દિલ્હી: યુક્રેન-રશિયા વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બંને દેશની સેના અલગ-અલગ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરી રહી છે. હાલમાં જ યુક્રેનના સૈનિકનો એક નવો વીડિયો વાઈરલ થયો છે. જેમાં, યુક્રેનના સૈનિકો એક નવી વ્યૂહરચના  મધપૂડાને હથિયાર બનાવી રશિયા પર હુમલો કરતાં જોવા મળ્યાં છે.
આ વીડિયો પોક્રિવસ્ક શહેરના એક ગામનો છે. ડ્રોનની મદદથી બનાવવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રશિયન સૈનિકો એક બંકરમાં છુપાયેલા છે. ત્યાં યુક્રેનના સૈનિકો પહોંચે છે. અને મધપૂડો બંકરમાં ફેંકી ત્યાંથી ભાગી જાય છે. જોકે, વીડિયોમાં રશિયાના સૈનિકો બહાર નીકળતા દેખાતા નથી. વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે યુક્રેનની સેના પાસે દારૂગોળો ખતમ થઈ ગયો, ત્યારે તેમણે મધમાખીઓ સહારો લીધો. આ યુદ્ધમાં પહેલીવાર જંતુઓનો ઉપયોગ  હુમલા માટે કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જો કે, આ વીડિયો સાચો છે કે ખોટો તેની જાણ હજી સુધી થઈ નથી.

 

(5:38 PM IST)