News of Saturday, 8th March 2025
બુધ ગ્રહ જોવો હોય તો આજે રાત્રે આકાશમાં મીટ માંડજો : ચળકાટ ૦.૩ પશ્ચિમ દિશામાં જોઇ શકાશે

આજે તા. ૮ માર્ચના સુર્યાસ્ત પછી પヘમિ દિશામાં બુધ ગ્રહ વિજ્ઞાન ઉપકરણની મદદથી જોઇ શકાશે : ખગોળીય ઘટનામાં રસ ધરાવતાઓએ અદ્યતન દુરબીન કે ટેલીસ્કોપથી બુધ ગ્રહને જોવાનો આનંદ લુંટવા ભારત જન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન જયંત પંડયાએ અપીલ કરી છે : રાજકોટ વિસ્તારમાં સુર્યાસ્ત બાદ રાત્રીના ૮ કલાક ૧૧ મીનીટ સુધી ગ્રહનો નજારો જોઇ શકાશે : આ બુધનો ચળકાટ ૦.૩ ટકા અને તેનો વ્યાસ ૭ કળાનો રહેશે : બુધ ગ્રહ પૃથ્વીથી લગભગ ૮૪ મિલિયન માઇલના અંતરે હશે.
શુક્રવારે ધુળેટીએ ખગ્રાસ ચંદ્રગહણ
વર્ષ ૨૦૨૫ નું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય : અમેરિકા, પヘમિ અમેરિકા, પヘમિ યુરોપ, પેસીફીક, પヘમિ આફ્રિકા ઉપરાંત આર્કટીક મહાસાગર, બ્યુકોટ સમુદ્ર, લીંકોન સમુદ્ર, બફીનનો અખાત, ઉત્તર પેસીફીક મહાસાગર, દક્ષિણ પેસીફીક મહાસાગર, એન્ટાર્કટીકા સર્કલ, એમુન્ડસેન સમુદ્ર સહીત વિશ્વના અમુક દેશો-પ્રદેશોમાં જ જોવા મળશે : અવકાશી ગ્રહણ અવધી ૩ કલાક ૩૮ મીનીટ : ભારતના ભુમંડલે ગ્રહણ સ્પર્શ ૧૦ કલાક ૩૯ મીનીટે અને મોક્ષ ૧૪ કલાક ૧૭ મીનીટે : ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા રાજયભરમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપતા કાર્યક્રમો : માર્ગદર્શન માટે જાથાના કાર્યાલય મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરી શકાશે
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
