News of Saturday, 8th March 2025
પાકિસ્તાન સહીત અફઘાનિસ્તાનના નાગરિકો પર સંપૂર્ણ પ્રવાસ પ્રતિબંધ મૂકી શકે છે ટ્રમ્પ

નવી દિલ્હી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના નાગરિકો આગામી સપ્તાહથી અમેરિકામાં પ્રવેશી નહીં શકે. પ્રમુખ ટ્રમ્પ આ માટેની કાનૂની રૂપરેખા તૈયાર કરાવી રહ્યા છે તેમ માહિતગાર સૂત્રો જણાવે છે.
દેશની સલામતીને લક્ષ્યમાં રાખીને કેટલાક દેશો અંગે ઝિણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તે પછી આ નિર્ણય લેવામાં આવનાર છે. આ તપાસને પરિણામે અન્ય કેટલાએ દેશોના નાગરિકોને ઝીણવટભરી તપાસ પછી જ પ્રવેશ અપાશે. પરંતુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના નાગરિકોને તો દેશમાં પ્રવેશવા ઉપર જ પ્રતિબંધ મુકાયો છે. આ પ્રતિબંધથી હજ્જારો અફઘાનો મુશ્કેલીમાં મુકાઈ જઈ શકે તેમ છે. તેઓને રેફયુજી વીસા નીચે કે સ્પેશ્યલ ઇમીગ્રન્ટ વીસા નીચે અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ અફઘાનો ઉપર તાલિબાનોની તવાઈ હતી. તેઓ ઉપર આક્ષેપ હતો કે, તેઓને ૨૦ વર્ષમાં યુદ્ધ દરમિયાન અમેરિકાને સાથ આપ્યો હતો. વાસ્તવમાં જાન્યુઆરી મહિનામાં જ ટ્રમ્પે એક એકિઝકયુટિવ ઓર્ડર પસાર કર્યો હતો. જેમાં તીવ્ર નિરીક્ષણ પછી જ વિદેશી નાગરિકોને પ્રવેશ આપવા જણાવાયું હતું. આ પછી જે દેશોના નાગરિકોને પ્રવેશ આપતાં પૂર્વે તેમને લગતા તમામ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવતી હતી. તે પૈકી ઇરાન, ઇરાક, સીરીયા, લીબીયા, અલ્જિરીયા, મોરોક્કો અને ઇજીપ્ત તથા ઉત્તર સુદાનના નાગરિકોને આવરી લેવાયા હતા. જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના નાગરિકોને તો હવે અમેરિકામાં પ્રવેશવા ઉપર જ પ્રતિબંધ મુકાયો છે, તેથી ટ્રાવેલર્સ વિસાનો પણ પ્રશ્ન રહેતો નથી. ટ્રમ્પ વહીવટી તંત્ર માને છે કે મુખ્યત્વે કરીને ઉક્ત દેશોમાંથી જ આતંકીઓ જન્મે છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
