હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હાય હાય...૧૦ વર્ષનાં પુત્ર ઉપર બેઠી ૧૫૪ કિલોની માતાઃ દબાતા દીકરાનું મોત
અમેરિકાની ચોંકાવનારી ઘટના

ન્યુયોર્ક તા.૧૧: અમેરિકાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ૧૫૦ કિલોથી વધુ વજન ધરાવતી મહિલા તેના ૧૦ વર્ષના પુત્ર પર બેઠી અને પુત્રનું મોત થયું છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે તે મહિલા બાળકની પાલક માતા હતી. તે જ સમયે, મહિલાએ બાળક પર બેસવાની વાત પણ સ્વીકારી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ૧૦ વર્ષના બાળકની ઓળખ ડાકોટા લેવી સ્ટીવન્સ તરીકે થઈ છે. તે ઇન્ડિયાનાનો હતો. આ મહિલાની ઓળખ ૪૮ વર્ષીય જેનિફર લી વિલ્સન તરીકે થઈ છે, જેનું વજન લગભગ ૧૫૪ કિલો છે. અહેવાલ મુજબ, તેણી બાળક પર બેસી ગઈ હતી અને વિચાર્યું હતું કે તે મુશ્કેલીમાં હોવાનો ડોળ કરી રહ્યો છે. વિલ્સનને છ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.
આ ઘટના ૨૫ એપ્રિલ ૨૦૨૩ ની છે. ત્યારબાદ પોલીસને સ્ટીવન વિલ્સનના ઘરે મળ્યો. ત્યારે તે બેભાન હતો. તપાસ દરમિયાન, અધિકારીઓને તેની ગરદન અને છાતી પર ઈજાના નિશાન મળ્યા. છોકરાનું પછીથી હોસ્પિટલમાં મળત્યુ થયું. અહેવાલો અનુસાર, વિલ્સને તપાસ અધિકારીઓને જણાવ્યું કે છોકરો ઘરેથી ભાગી ગયો અને પાડોશીના ઘરે પહોંચી ગયો.
તેણીનો દાવો છે કે જ્યારે છોકરાને પાછો લાવવામાં આવ્યો, ત્યારે તે હજુ પણ ખરાબ વર્તન કરી રહ્યો હતો અને ઘર છોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મહિલાએ સ્વીકાર્યું છે કે તે લગભગ ૫ મિનિટ સુધી છોકરા પર બેઠી રહી. તે સમયે, તેમને લાગ્યું કે છોકરો ડોળ કરી રહ્યો છે, પરંતુ જ્યારે તેણે કોઈ જવાબ ન આપ્યો, ત્યારે મહિલાએ CPRનો પ્રયાસ કર્યો અને પોલીસને જાણ કરી.
મહિલાએ કોર્ટને કહ્યું કે તે ફક્ત છોકરાને ઘરની બહાર નીકળતા રોકવા માંગતી હતી. શબપરીક્ષણ અહેવાલમાં જાણવા મળ્યું કે સ્ટીવનનું મળત્યુ યાંત્રિક ગૂંગળામણથી થયું હતું અને મળત્યુની રીતને હત્યા કહેવામાં આવી હતી. તેમને ફેફસાં અને લીવરમાં ગંભીર ઈજાઓ થઈ હતી.(૩૮.૩)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
