<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

૨૨ વર્ષની છોકરીએ હરાજી કરી ૧૮ કરોડ રૂપિયામાં પોતાની વર્જિનિટી વેચી

પૈસાથી કેટલાય એપાર્ટમેન્‍ટ ખરીદ્યા, જેને તે ભાડે આપી રહી છે : આ ઉપરાંત મોંઘા કપડાં ખરીદ્યા અને કેટલીય જગ્‍યાએ યાત્રા કરી

લંડન, તા.૧૧: ૨૨ વર્ષની એક છાત્રાએ ચોંકાવનારું પગલું ઉઠાવતા પોતાની વર્જિનિટી વેચવાનો નિર્ણય લીધો. તેના માટે તેણે એક એસ્‍કોર્ટ્‍સનો સંપર્ક કર્યો અને તેણે પોતાની વર્જિનિટી વેચવા વિશે વાત કહી. સાથે જ કહયું કે, ‘‘સંભવિત ખરીદદારો સાથે તેની મુલાકાત કરાવે.'' તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે, તેની વર્જિનિટી ખરીદવા માટે લોકોની લાઈનો લાગી ગઈ. આખરે બોલી લગાવવી પડી અને એક હોલીવુડ એક્‍ટરે સૌથી મોટી બોલી લગાવી.

મેનચેસ્‍ટરની રહેવાસી લૌરાએ ડિસેમ્‍બર ૨૦૨૩માં પોતાની વર્જિનિટી વેચવાનો નિર્ણય લીધો હતો. થોડા મહિના બાદ વર્જિનિટી માટે બોલી લગાવી, જેમાં એક ખૂબ જ પ્રસિદ્ધ હોલીવુડ એક્‍ટરે સૌથી વધારે રકમ ૧.૭ મિલિયન પાઉન્‍ડ એટલે કે ૧૮ કરોડ રૂપિયાથી વધારે આપીને આ ડીલ પોતાના નામે કરી લીધી. આ હરાજીમાં એક લંડનના રાજનેતા અને દુબઈના એક બિઝનેસમેને પણ ભાગ લીધો હતો.

બોલી લાગ્‍યા બાદ એસ્‍કોર્ટ સાથે મળવા માટે એક તારીખ નક્કી કરી, જે તારીખ પર આ ૨૨ વર્ષની છોકરી લંડનની એક ફાઇવ સ્‍ટાર હોટલમાં અભિનેતાને મળવા ગઈ. લૌરાનું કહેવું છે કે આ નિર્ણયને લઈને તેના મનમાં કોઈ કચવાટ કે ગભરાહટ નહોતો. પણ તેને લઈને તે ખૂબ જ ઉત્‍સાહી હતી. ત્‍યાં સુધી કે તે એક વર્ષ બાદ પણ પોતાના આ નિર્ણયથી સંતુષ્ટ છે અને કોઈ પણ પ્રકારનો તેને પસ્‍તાવો નથી.

લૌરાએ કહયું કે, ‘‘જો તેણે તેને વેચ્‍યા વિના કોઈ સાથે સંબંધ બનાવ્‍યો હોત, તો શક્‍ય હતું કે તે વ્‍યક્‍તિ તેની સાથે લગ્ન ન પણ કરત.'' તેથી તેણે સમજદારીભર્યો નિર્ણય લીધો અને કહ્‍યું કે, ‘‘આ તેના માટે સાચું હતું.'' શરૂઆતમાં તેના માતા-પિતા આ નિર્ણયથી ચોંકી ગયા હતા. પણ બાદમાં તેઓ પણ રાજી થઈ ગયા હતા. લૌરાએ કહયું કે, ‘‘તે એક આઝાદ મહિલા છે અને કોઈ તેને એવું ન બતાવી શકે કે તેને કોની સાથે સંબંધ બાંધવા જોઈએ.'' તેણે એવું પણ કહયું કે, ‘‘કાયદાકીય રીતે તે પુખ્‍ત છે અને તેણે આ નિર્ણય સમજદારી સાથે લીધો છે.''

આ ડીલના બદલામાં લૌરાને મળતા ૧.૬ મિલિયન એટલે કે લગભગ ૧૮ કરોડ રૂપિયાથી તેની આખી જિંદગી બદલાઈ ગઈ. તેણે આ પૈસાથી કેટલાય એપાર્ટમેન્‍ટ ખરીદ્યા, જેને તે ભાડે આપી રહી છે. આ ઉપરાંત મોંઘા કપડાં ખરીદ્યા અને કેટલીય જગ્‍યાએ યાત્રા કરી. હવે આગળ જઈને તે શુગર બેબી તરીકે કામ કરવા માગે છે, જેને તેને દર મહિને લગભગ ૩૦ લાખ રૂપિયા મળશે.

લૌરાનું કહેવું છે કે, તે પહેલા પણ એનબીએના ખેલાડીઓ, પ્રીમિયર લીગ ફુટબોલરો અને રાજનેતાઓને ડેટ કરી ચૂકી છે. તેને આ ધંધો પસંદ છે કેમ કે તેને નવા લોકોને મળવું અને તેમના વિશે જાણવાનો શોખ છે. જો કે તેણે એવી પણ ચેતવણી આપી છે કે, ‘‘જે કોઈ પણ આ રસ્‍તે ચાલવા માગે છે, તેણે સાવધાન રહેવું જોઈએ. કેમ કે તેમાં કેટલાય જોખમ છે.''(૨૩.૩)

 

(9:56 AM IST)