તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 12th March 2025
મસ્કના સ્ટારલીંકની થઇ ભારતમાં એન્ટ્રી

નવી દિલ્હી: ઇલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં એન્ટ્રીનો તખ્તો તૈયાર થઈ ગયો છે. સ્ટારલિંકે ભારતીય ટેલિકોમ જાયન્ટ એરટેલ સાથે ભાગીદારી કરી છે. તેના હેઠળ સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જો કે સ્પેસેક્સને હજી ભારતીય સત્તાવાળાઓ પાસેથી લાઇસન્સ મળવાનું બાકી છે. ભારતમાં લાઇસન્સ વગર કંપની સર્વિસ ન આપી શકે. એરટેલે પોતે જણાવ્યું હતું કે તેણે સ્પેસેક્સ સાથે કરાર કર્યો છે. ભારતમાં સ્ટારલિંક આવે છે તો એરટેલ દ્વારા સ્ટારલિંકના ઇક્વિપમેન્ટ વેચી શકાય છે. આ ભાગીદારીથી બંને કંપનીઓને ફાયદો થશે. એરટેલ એકબાજુએ સ્ટારલિંકનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપયોગમાં લઇ શકશે. બીજી બાજુએ સ્ટારલિંક માટે ભારતમાં વિસ્તરણ સરળ થઈ જશે. એરટેલના વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રકચરનો ફાયદો પણ સ્ટારલિંકને મળશે. ઇલોન મસ્કની સ્ટારલિંક વિશ્વમાં ઘણી લોકપ્રિય છે. તે પરંપરાગત ઓપ્ટિકલ ફાઇબરથી અલગ છે. તેનું કારણ ઇન્ટરનેટ ત્યાં સેટેલાઇટ દ્વારા મળે છે. આ માટે છત પર કંપનીનું એન્ટેના લગાવવાનું હોય છે, જે સ્ટારલિંક સેટેલાઇટ સાથે કનેક્ટ હોય છે. સ્ટારલિંકના સેટેલાઇટ બીજા સેટેલાઇટની તુલનાએ ઘણા નીચે હોય છે. તેના કારણે કનેક્ટિવિટી ફાસ્ટ રહે છે. વિમાનમાં પણ સ્ટારલિંકનું ઇન્ટરનેટ ઘણું સ્પીડમાં ચાલે છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
