<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

ઐસી લાગી લગનઃ આફ્રિકામાં ક્રુષ્‍ણ તિલક લગાવી દુલ્‍હને અનોખા લગ્ન કર્યા

ઈન્‍સ્‍ટાગ્રામ પર એક વિદેશી દુલ્‍હનની તસવીરો વાયરલ જેનો ક્રુષ્‍ણ પ્રેમ અને અદભુત સૌંદર્ય જોઈ સૌ કોઈ ચોંકી ગયા :જ્‍યાં દુલ્‍હનોમાં પેસ્‍ટલ અને હળવા રંગનો ટ્રેન્‍ડ છે, ત્‍યાં આફ્રિકી દુલ્‍હન ક્રુષ્‍ણ તિલક લગાવી, લાલ ચટ્ટાક બનારસી સાડીમાં શણગાર સર્જ્‍યો છે

ડરબન, તા.૧૩: પહેલી નજરમાં તમને પણ આ દુલ્‍હનનું સૌંદર્ય એકદમ સનાતન સંસ્‍કળતિથી રચેલા આ લગ્નને જોઈ નવાઈ લાગશે. દુનિયાની કેટલીય સંસ્‍કળતિઓમાં જ્‍યાં લગ્ન એક કોન્‍ટ્રાક્‍ટ કહેવાય છે, જ્‍યાં બંને પક્ષ એકબીજા સાથે કરાર કરતા હોય છે, તો વળી સનાતન ધર્મમાં વિવાહને સાત જન્‍મોનું બંધન માનવામાં આવે છે. તેને દિવ્‍ય મિલન અને શિવ શક્‍તિનો સંયોગ કહેવાય છે. સનાતન ધર્મની આ સુંદરતા જોઈ એક ક્રુષ્‍ણ અને શ્‍યામાની વિદેશી ભક્‍તે હિન્‍દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા છે.

આ દુલ્‍હનનું નામ શ્‍યામા છે, જે એક દેવ કોસ્‍મેટોલોજિસ્‍ટ છે. તેના ઈન્‍સ્‍ટાગ્રામ પેજ અનુસાર, તે ક્રુષ્‍ણ શિલાઓને ભગવાન જગન્નાથ અને અન્‍ય દેવતાઓના રૂમમાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. શ્‍યામા ઈસ્‍કોન સાથે જોડાયેલી છે. હાલમાં જ તેણે સનાતની રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા. લગ્નના દિવસે ગુલાબી કિનારીવાળી અને સોનેરી લાલ બનારસી સાડી પહેરી હતી. આ સાડીને તેણે શાનદાર મિડ સ્‍લીવ બ્‍લાઉઝ સાથે કેરી કર્યું હતું. સાડીને ખૂબ જ સુંદર પલ્લુ સાથે લપેટી હતી અને ગોલ્‍ડ કમરબંધ પહેરી હતી. જેનાથી તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા.

ઘરેણાંની વાત કરીએ તો શ્‍યામાએ ભારે સોનાના આભૂષણ પહેર્યા હતા, જેનાથી તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. ક્રુષ્‍ણ તિલક લગાવ્‍યું, શ્‍યામાએ એક સોનાની ચોકર, એક ભારે મંદિર શૈલીનો હાર અને એક મોતીનો હાર પહેર્યો હતો. જેનાથી તેની સુંદરતા વધી ગઈ. આ ઉપરાંત તેને ભળતા આવતા ઝુમકા, માથાપટ્ટી અને નથ પહેરી હતી. આ ઉપરાંત હાથની શોભા લાલ બંગડીઓ અને સોનાના હાથફૂલે પણ વધારી હતી.

દુલ્‍હને પોતાના લુકને હળવા મેકઅપથી પૂરો કર્યો, જેમાં હાઈલાઈટ કરેલા ગાલ, હળવો આઈશેડો અને સફેદ આઈલાઈનર સામેલ હતી. પણ તેના લુકની સૌથી ખાસ વાત એ હતી કે તેનું ક્રુષ્‍ણ તિલક. હકીકતમાં ઁયૂઁ આકારનું ચંદન તિલક, લાલ બિંદી અને નાક પર તુલસીના પત્તાની ડિઝાઇન ક્રુષ્‍ણના ચરણોનું પ્રતીક માનવામાં આવે છે. ક્રુષ્‍ણ ભક્‍તો માટે તે સૌથી મોટું આભૂષણ હોય છે.

ખાલી દુલ્‍હન જ નહીં આ લગ્નમાં વરરાજો પણ પરંપરાગત અવતારમાં જોવા મળ્‍યો હતો. વરરાજાએ હળવા ક્રીમ કલરનો કુર્તો અને ધોતી પહેરી હતી. આ લગ્ન સનાતની રીતિ રિવાજ અનુસાર થયા હતા.(૨૩.૫)

(9:56 AM IST)