News of Friday, 14th March 2025
ઈટાલીના નેપલ્સ નજીક આવેલ શહેરમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: આજે મધરાતે આશરે ૧.૩૫ કલાકે ઇટાલીનાં નેપલ્સ પાસેનાં પોઝુઓલી શહેરમાં ૪.૪ની તીવ્રતાનો ભૂકંપ થયો હતો. ભૂકંપ પહેલાં જમીનમાંથી ભારે ગગડાટ સંભળાતાં લોકો સફાળા જાગી ગયા હતા. ત્યાં તો ધરતી ધ્રુજવા લાગી. આથી લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયાં. આ ધરતીકંપન લીધે નબળાં બાંધકામનાં કેટલાંક મકાનો તૂટી પડયાં હતાં તો કેટલાંકમાં તિરાડો પડી ગઈ હતી. જે લોકો પાસે મોટરો હતી તેઓ મોટરોમાં બેસી થોડે દૂર ચાલ્યા ગયા હતા અને મોટરોમાં જ રાત ગાળી હતી. આ ધરતીકંપ પછી કેટલાક સમય સુધી આફટર શોક્સ આવતાં લોકો ઘણા જ ગભરાઈ ગયા હતા. પોઝુઓલુ શહેર તથા આસપાસના વિસ્તારો પણ ધરતીકંપથી ધ્રુજી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મધ્ય અમેરિકાનાં ગ્વાટે માલામાં પણ ૧૧મી તારીખે જ્વાળામુખી ફાટયો હતો. તેથી ધરતીકંપ થયો હતો. સોમવારે થયેલા આ ધરતીકંપને લીધે, શાળા, કોલેજોમાં રજા રાખવામાં આવી હતી. આ પૂર્વે તા. ૧૦મીના દિવસેનો ઉત્તર ધ્રુવ સમુદ્રમા આવેલા જીન આયેન ટાપુમાં તો ૬.૫નો ભયંકર ભૂકંપ થયો હતો. પરંતુ ત્યાં માનવ વસ્તી નહીં હોવાથી જાન-માલનું કોઈ નુકસાન થયું નથી. તેમ અમેરિકાની સીસ્મોગ્રાફી સંસ્થાએ જણાવ્યું હતું.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
