News of Saturday, 15th March 2025
ડોનાલ્ડ ટ્રમ્પ 41 દેશો પર ટ્રાવેલ બેન મુકવાની તૈયારી કરી રહ્યા હોવાના સમાચાર

નવી દિલ્હી: એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લેનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે 41 દેશો પર વ્યાપકપણે મુસાફરી પ્રતિબંધ(Travel Ban) મૂકવાની યોજના અંગે વિચારી રહ્યા છે. આ પ્રસ્તાવિત નીતિ ખાસ કરીને ભારતના પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાનમારને અસર કરી શકે છે. ટ્રમ્પની આ નીતિ 20 જાન્યુઆરીએ દ્વારા જારી કરાયેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડરનો એક ભાગ છે જેમાં વિદેશી નાગરિકો માટે કડક સુરક્ષા તપાસ ફરજિયાત કરવામાં આવી હતી. આ આદેશમાં ઘણા કેબિનેટ અધિકારીઓને 21 માર્ચ સુધીમાં એવા દેશોની યાદી સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો જ્યાં અપર્યાપ્ત તપાસ અને સ્ક્રિનિંગ પ્રક્રિયાઓને કારણે મુસાફરી પર સંપૂર્ણ અથવા આંશિક પ્રતિબંધ મૂકવો જોઈએ. અહેવાલ અનુસાર અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે ટ્રમ્પ દ્વારા આ પગલું ભરવામાં આવી શકે છે. જોકે હજુ સુધી 41 દેશોની યાદીને ફાઈનલ ટચ નથી અપાયો અને તેમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે. આ યાદીને હજુ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની સહમતિની સાથે વહીવટી મંજૂરીની જરૂર પડશે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
