તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th March 2025
બલોચ આર્મીએ પાકિસ્તાન સેનાના કાફલાને બોમ્બથી ઉડાવ્યો હોવાની માહિતી:90ના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: પાકિસ્તાનના કબજા હેઠળના બલુચિસ્તાનની રાજધાની ક્વેટાથી તફતાન તરફ જઇ રહેલા પાક. સેનાના કાફલા પર બલોચ લિબરેશન આર્મીએ હુમલો કરતા ૯૦ સૈનિકોનાં મોત થયા છે, આ હુમલામાં સેનાની ઘણી બસો બળીને ભસ્મીભુત થઈ ગઈ છે. ૯૦ સૈનિકોના મોતનો દાવો બલોચ આર્મીએ કર્યો છે. જ્યારે પાકિસ્તાન સરકારે તો માત્ર ૭ સૈનિકોનાં જ મોત થયા હોવાનું જાહેર કર્યું છે. આ એ જ બલોચ આર્મી છે જેણે તાજેતરમાં જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક કરી લીધી હતી. અને ૨૦૦થી વધુ સૈનિકોને ઠાર કર્યાનો દાવો કર્યો હતો. ક્વેટાથી તફતાન તરફ પાક. સેનાની ૮ બસો જઇ રહી હતી તે માર્ગ પર બલોચ આર્મીએ આઇઇડી છુપાવી રાખ્યું હતું, જેના પરથી બસ પસાર થતા જ મોટો વિસ્ફોટ થયો હતો. જોકે એક રિપોર્ટ મુજબ આ આત્મઘાતી હુમલો પણ હોઈ શકે. જ્યારે બીજી એક બસ ઉપર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ છોડવામાં આવતા તે બસમાં પણ આગ ફાટી નીકળી હતી. આ આગથી બંને બસોની આગળ અને પાછળ રહેલી બસોને પણ આગની ઝાળ લાગતા તે પણ સળગી ઉઠી હશે. તેમ જાણકારો કહે છે. આમ છતાં પાકિસ્તાન સરકાર તો આ ઘટનાને નગણ્ય સમાન માનતી હોય તે રીતે કહે છે કે માત્ર સાત સૈનિકો જ તેમાં માર્યા ગયા હતા. આ હુમલો જ્યાં થયો હતો તે નોશ્કી સ્ટેશનના અધિકારી ઝફરબાદ સુલેમાનીએ કબુલ્યું હતું કે પ્રારંભિક અહેવાલો ઉપરથી જ સુચિત થાય છે તે હુમલો એક આત્મઘાતી હુમલો હતો અને આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકો ભરેલું વાહન લશ્કરી કાફલામાં ઘુસાડી દીધું હતું. ઝફરબાદ સુલેમાનીએ આ સાથે તેમ પણ કહ્યું હતું કે આ વિસ્ફોટો એટલા પ્રચંડ હતા કે તેથી મૃત્યુઆંક વધવાની પુરી આશંકા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
