તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 18th March 2025
સ્વીડનના એસ્કિલસ્ટુના શહેરમાં ભીખ માંગવા લેવું પડે છે લાયસન્સ
ફી ચૂકવ્યા બાદ ભિક્ષુકને એક આઈડી કાર્ડ મળે છે, બાદ ભીખ માંગવાનું લાયસન્સ બનાવવામાં આવે છે

લંડન,તા.૧૮: તમે તમારા શહેરમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, મંદિર, મેટ્રો સ્ટેશન, બજાર અથવા કોઈ અન્ય સ્થળે કોઈને ભીખ માંગતા જરૂર જોયા હશે. ઘણીવાર આ ભીખ માંગતા ભિક્ષુકો પર આપણને દયા પણ આવી જાય છે અને આપણે તેમને કંઈક ખાવાનું અથવા તો થોડા રૂપિયા પણ આપીએ છીએ. પરંતુ શું તમે કયારેય એવું સાંભળ્યું છે કે ભીખ માંગવા માટે પણ લાયસન્સ લેવું પડે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે શું હકીકતમાં ભીખ માંગવા માટે લાયસન્સ લેવું પડે છે? તો તમને જણાવી દઈએ કે, યુરોપના સ્વીડનના એસ્કિલસ્ટુના શહેરમાં ભીખ માંગવા માટે લાયસન્સ લેવું પડે છે. આ નિયમ વર્ષ ૨૦૧૯માં લાગુ કરવામાં આવ્યો હતો.
યુરોપિયન દેશ સ્વીડનમાં આવેલા એસ્કિલસ્ટુના શહેરની વસ્તી લગભગ એક લાખ છે. આ શહેર સ્વીડનની રાજધાની સ્ટોકહોમની પヘમિ તરફ આવેલું છે. થોડા વર્ષો પહેલા અહીં ભિક્ષુકો માટે લાયસન્સ ફરજિયાત કરવામાં આવ્યા છે. આ નિયમનો મતલબ એ છે કે જો કોઈ ભિક્ષુક એસ્કિલસ્ટુનાના લોકો પાસેથી ભીખ માંગવા માંગે છે, તો તેણે પહેલા તેના માટે પરવાનગી લેવી પડશે.
આ માટે તેને થોડી ફી પણ ચૂકવવી પડશે, ફી ચૂકવ્યા બાદ જ તેને ભીખ માંગવાની પરવાનગી મળશે. આ નિયમ વર્ષ ૨૦૧૯માં જ લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમ હેઠળ ભિક્ષુકને એક આઈડી કાર્ડ મળે છે. ૨૫૦ સ્વીડિશ ક્રોના ખર્ચ કર્યા બાદ આ ભીખ માંગવાનું લાયસન્સ બનાવવામાં આવે છે.
અહીંના સ્થાનિક નેતાઓનું કહેવું છે કે તેઓ અહીં ભીખ માંગવાની પ્રક્રિયાને મુશ્કેલ બનાવવા માંગે છે. ભીખ માંગવા માટે લાયસન્સ આપવાના મામલે સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આનાથી ખબર પડશે કે શહેરમાં કેટલા ભિક્ષુકો છે. તો તેઓનો સંપર્ક કરીને તેમને આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં માટે આ પ્રોસેસ શરૂ કરાઈ છે.
અહીં સ્થાનિક મીડિયાનું કહેવું છે કે, લાયસન્સ નિયમો લાગુ થવાને કારણે શહેરમાં ભિક્ષુકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. લાયસન્સ મેળવવાની પ્રક્રિયા અઘરી બનાવવામાં આવતા ઘણા ભિક્ષુકોએ ભીખ માંગવાનું છોડી દીધું છે અને તેઓ નાનો-મોટો ધંધો કરવા લાગ્યા છે.(૪૦.૮)
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
