<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

એક સર્વે મુજબ 57%ભારતીય કોર્પોરેટ્‌સમાં છે વિટામિન બી-12ની ઉણપ

નવી દિલ્હી:  આજના સમયમાં મોટાભાગના લોકોની એક જ ફરિયાદ છે, પૂરતી ઊંઘ જ મળતી નથી. આવી સ્થિતિ 59 ટકા ભારતીયોની છે. આટલા ભારતીયોને રોજની સળંગ છ કલાકની ઊંઘ પણ માંડ મળે છે. તેના પરિણામે બ્લડ પ્રેશર, હાઇપર ટેન્શન અને અનિંદ્રાની બીમારીમાં નોંધપાત્ર વધારો થયો છે. દર વર્ષે 21 માર્ચના રોજ વર્લ્ડ સ્લીપ ડે મનાવાય છે અને આ  વર્ષે ઘૂળેટીના દિવસે 14 માર્ચ તેની ઉજવણી થઈ. દેશના કુલ 348 જિલ્લામાં 61 ટકા પુરુષ અને 39 ટકા મહિલાઓ સહિત 43 હજાર લોકોને આ સરવેમાં નિંદ્રા અંગેના સવાલ પૂછવામાં આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે વીતેલા વર્ષમાં તમે કેટલી રાત પૂરેપૂરું ઊંધ્યા. તેમા 15685 લોકોએ આ સવાલનો જવાબ આપ્યો. તેમા બઘુ થઈને 59 ટકા લોકો એવા મળ્યા જેમણે જણાવ્યું હતું કે અમને છ કલાકની ઊંઘ પણ માંડ-માંડ મળે છે. સરવેમાં મોટાભાગના લોકોએ જણાવ્યું કે ઊંઘ પૂરી ન થવાનું કારણ અડધી રાતે વોશરૂમ જવું પડે છે તે છે, 72 ટકા લોકોએ આ કારણ જણાવ્યું છે. અન્ય કારણોમાં અનિયમિત દિનચર્યા, શોરબકોર, મચ્છરોથી હેરાનગતિ તેમજ સાથી કે બાળકોના કારણે ઊંઘ તૂટવી તે મુખ્ય કારણ છે. અપૂરતી ઊંઘ કેટલાય રોગને આમંત્રણ આપે છે. તેનાથી ફક્ત થાક અને ડાર્ક સર્કલ્સ જ થતાં નથી, પરંતુ તેની ગંભીર અને દીર્ઘકાલીન અસર થાય છે. અપૂરતી ઊંઘના કારણે કર્મચારીની કાર્યક્ષમતા પર પણ અસર પડી રહી છે. 

(5:44 PM IST)