તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
પાંચ મિનિટ ચાર્જ કરીને 400 મીટર ચાલે તેવી ઇલેક્ટ્રિક કારની નવી ચાર્જિંગ ટેક્નોલોજી ચીને શોધી કાઢી

નવી દિલ્હી: ચીનની ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની BYD દ્વારા નવી ટેક્નોલોજી રજૂ કરવામાં આવી છે. આ ટેક્નોલોજીને "સુપર-ચાર્જિંગ ઇલેક્ટ્રિક વ્હિકલ ટેક્નોલોજી" નામ આપવામાં આવ્યું છે. એની મદદથી કારને ફક્ત પાંચ મિનિટ ચાર્જ કરતાં 400 કિલોમીટરનું અંતર કાપી શકાય છે.
હાલમાં ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) માટેની સૌથી મોટી સમસ્યા એનાં ચાર્જિંગ અને તે માટેનો લાંબો સમય છે, જેનાથી EVનું માર્કેટ ધીમું પ્રગતિ કરતું હતું. જોકે આ નવી ટેક્નોલોજી EV માર્કેટમાં ઘણી ઝડપથી વિકાસ લાવશે એવી અપેક્ષા છે. BYDના શેનઝેન હેડક્વાર્ટર ખાતે લાઇવ ઇવેન્ટ દ્વારા આ ટેક્નોલોજીની જાહેરાત કરવામાં આવી હતી. BYDના સ્થાપક વેંગ ચૌન્ફુ દ્વારા આ ટેક્નોલોજીને લૉન્ચ કરવામાં આવી છે. સુપર-ચાર્જિંગ ટેક્નોલોજી દ્વારા કારને એક હજાર કિલોવોટની ઝડપે ચાર્જ કરવી શક્ય છે. તેથી ફક્ત પાંચ મિનિટમાં કાર 400 કિલોમીટરની મુસાફરી માટે પૂરતી ચાર્જ થઇ જાય છે. આ ટેક્નોલોજી ટેસ્લાના નવા સુપરચાર્જરથી બમણી ઝડપે કાર્ય કરે છે. BYDના માલિકના મતે, EV ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર મેગાવોટ લેવલનું ચાર્જિંગ પાવર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ ટેક્નોલોજી પેટ્રોલ અને ડીઝલ કારની જેમ EV માટે પણ ઝડપી ચાર્જિંગનો અનુભવ લાવશે, જેના કારણે વધુ ગ્રાહકો EV ખરીદવામાં રસ દાખવશે. આ ટેક્નોલોજી હાલ BYDની નવી હાન L સીડાન અને ટેન્ગ L SUVમાં ઉપલબ્ધ છે. આ કારની કિંમત ચીનમાં 2,70,000 યુઆન (આંદાજે ₹32.28 લાખ) છે. આ કાર બ્લેડ બેટરી પેક, હાઇ ચાર્જિંગ સિસ્ટમ, હાઇ-પર્ફોર્મન્સ ઇલેક્ટ્રિક મોટર્સ, અને નક્સ્ટ-જનરેશન સિલિકોન કાર્બાઇડ પાવર ચિપથી સજ્જ છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
