News of Monday, 24th March 2025
એવી નીરવ શાંતિ છે જ્યાં તમને શરીરમાં ફરતા લોહીનો અવાજ પણ સંભળાશે
મિનીઆ પોલિસમાં આવેલી ઓરફીલ્ડ લેબોરેટરીમાં બનાવવામાં આવેલી એને કોઇક ટેસ્ટ ચેમ્બર દુનિયાની સૌથી શાંત જગ્યા છે

મિનેસોટા : તા. ર૪ ચારે તરફ શોરબકોર હોય તો આપણે પરેશાન થઈ જઈએ છીએ, પણ શું વિચાર્યું છે કે ચોમેર નીરવ શાંતિ હોય તો પણ પરેશાની થાય? અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનીઆપોલિસમાં આવેલી ઓરફીલ્ડ લેબોરેટરીમાં બનાવવામાં આવેલી એનેકોઇક ટેસ્ટ ચેમ્બર દુનિયાની સૌથી શાંત જગ્યા છે અને અહીં ૨૦૨૧ની ૧૯ નવેમ્બરે હાથ ધરવામાં આવેલી ટેસ્ટમાં ચેમ્બરની અંદરના અવાજનો સ્તર માઇનસ ૨૪.૯ ડેસિબલ હતો. માણસોની સાંભળવાની રેન્જ ઝીરોથી ૧૨૦ ડેસિબલ હોય છે. આમ નેગેટિવ ડેસિબલવાળો અવાજ માણસો સાંભળી શકતા નથી. એનેકોઇક શબ્દનો અર્થ ઝીરો ઇકો એમ છે.
આ ચેમ્બરની દીવાલો અને સીલિંગ પર ખાસ ફાઇબર ગ્લાસનું કોટિંગ લગાવવામાં આવ્યું છે અને એ અંદરના અવાજને શોષી લે છે. એની ડિઝાઇન એવી છે કે બહારથી આવતો અવાજ દીવાલની બહાર જ રહે છે. આ ચેમ્બરમાં કોઈ પણ માણસ ૪૫ મિનિટથી વધારે રહી શકતો નથી. એમાં માણસને તેના હાર્ટની ધડકન, લોહીનું પરિભ્રમણ અને હાડકાંનો અવાજ પણ સંભળાય છે. આ ચેમ્બરમાં માણસ ખુદ એક અવાજ બની જાય છે.
વિવિધ ટેસ્ટ-આઇટમ્સ દ્વારા ઉત્પાદિત સાઉન્ડ-લેવલનું સચોટ માપ કરવા માટે આ ચેમ્બર તૈયાર કરવામાં આવી છે. અહીં અવાજના લેવલને માપવા માટે બ્રુએલ અને કેજર ટાઇપનાં ૪૧૪૫ માઇક્રોફોનનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પેસ સ્ટેશનમાં જતા અવકાશયાત્રીઓને નાસા અહીં મોકલે છે. તેઓ અહીં આવીને અવકાશની શાંતિ માટે ખુદને તૈયાર કરે છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
