News of Monday, 24th March 2025
બ્રિટનના અનેક ભાગોમાં ભારે વરસાદના કારણોસર પૂરની પરિસ્થિતિ સર્જાઈ:400થી વધુ વીજળી પડવાની ઘટના બની

નવી દિલ્હી: બ્રિટનના દક્ષિણ ઇંગ્લેન્ડ અને ઇસ્ટ મિડલેંડ્સમાં ખરાબ હવામાનથી ભારે નુકસાન થયું છે. અચાનક થયેલા ભારે વરસાદ, કરા અને વીજળી પડવાને કારણે અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે.
આકાશમાંથી વીજળી પડવાની 400 ઘટનાઓથી લોકો ભયભીત છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે વરસાદ 20 મિનિટથી લઇને એક કલાક સુધી ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી છે કે વધતા કલાયમેટ ચેન્જને કારણે આવી ઘટનાઓ વધવાની સંભાવના છે.
બ્રિટનના હવામાન વિભાગે જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં પૂર પણ આવ્યું છે. જ્યારે નેશનલ હાઇવેએ જણાવ્યું છે કે શનિવારના યોર્કશાયરમાં એમ-18ના કેટલાક ભાગ બંધ કરી દેવામાં આવ્યા હતાં.
વાર્વિકની પાસે એમ-40ના કેટલાક ભાગોને પણ બંધ રાખવામાં આવ્યા હતાં. હવામાન વૈજ્ઞાાનિક એલી ગ્લેઝિયરે જણાવ્યું હતું કે લંડન અને બકિંઘમશાયરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાન આવ્યો હતો.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
